સુરત,તા.૩૧
સુરત જિલ્લાના બારડોલી તાલુકાનાં ઇસરોલી ગામની સીમમાં બારડોલી નવસારી રોડ પર પૂરઝડપે આવતી એક કાળા રંગની સ્કોર્પીયો કારે પાછળથી એક મોટર સાયકલને અડફેટમાં લેતા મોટર સાયકલ પર ખેતરે જતાં ખેડૂત અને ૧૨ વર્ષના તરુણનું સ્થળ પર જ મોત નીપજયું હતું.
આ અંગે મળતી માહિતી અનુસાર બારડોલીના સુરતી ઝાંપા વિસ્તારમાં આવેલ ખત્રીવાડમાં રહેતા સોયબ યુસુફ ગજીયા (ઉ.વર્ષ ૫૦) પોતાની માલિકીની જમીનમાં ખેતી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. બુધવારના રોજ સવારે સોયબ ગજીયા પોતાની વાડીમાં મજૂરીકામ કરતાં હીરાલાલ ગામિતના પુત્ર અજય (ઉ.વર્ષ ૧૨) સાથે મોટર સાયકલ નંબર જીજે ૧૯પી ૪૫૨૩ પર ઘરેથી ખેતરે જવા માટે નીકળ્યા હતા. તેઓ બારડોલી નવસારી રોડ પર ઇસરોલી ગામની સીમમાંથી પસાર થઈ રહ્યા હતા તે સમયે પાછળથી પૂરઝડપે અને ગફલતભરી રીતે આવતી સ્કોર્પીયો કાર (નંબર એમએચ ૦૨સીડી ૬૭૬૬)એ તેમની મોટર સાયકલને ટક્કર મારી દીધી હતી.
અકસ્માતમાં સોયબને માથામાં ગંભીર ઇજાઓ થઈ હતી જ્યારે અજયનો એક પગ શરીરથી અલગ થઈ ગયો હતો. ગંભીર રીતે ઘાયલ બંનેને ૧૦૮ એમ્બ્યુલન્સના તબીબે મૃત જાહેર કર્યા હતા. ઘટનાની જાણ થતાં જ લોકો મોટી સંખ્યામાં સ્થળ પર પહોંચી ગયા હતા. પોલીસે બંને મૃતદેહોનો કબ્જા લઈ પોસ્ટમોર્ટમ બાદ સ્કોર્પીયો કારના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"






