મધ્યપ્રદેશમાં ૭૦ લાખના ઘરેણાં પહેરીને ફરતા ગોલ્ડ મેનની ધરપકડ

0
14

ભોપાલ,તા.૩૧
મધ્યપ્રદેશના દેવાસમાં એક ગોલ્ડ મેનને બે કિલોથી વધારે વજનના સોનાના આભૂષણ પહેરવા મોંઘા પડી ગયા. તેમની ચૂંટણી ફ્લાઈંગ સ્કવોડે ધરપકડ કરી.
લુઈસ પાલ નામનો આ શખ્સ પોતાની કારમાં ઝાંસીથી મુંબઈ જઈ રહ્યો હતો અને ગળામાં બે મોટી ચેન, બ્રેસલેટ, ઘડિયાળ, વીંટી જેવા ઘરેણા પહેર્યા હતા. જેની કિંમત લગભગ ૭૦ લાખ રૂપિયા છે. ફ્લાઈંગ સ્કવોડે તેને આચાર સંહિતાનો દોષી માનતા કાર્યવાહી કરી. તેની ધરપકડ કરીને ઈન્કમટેક્ષ વિભાગને સોંપી દેવાયો. તેની પાસે ઘરેણાના બિલ માંગવામાં આવી રહ્યા છે.
જાકે આચાર સંહિતાનો એ નિયમ છે કે ચૂંટણી સમયે આચાર સંહિતા દરમિયાન મહિલાઓ માત્ર ૫૦૦ ગ્રામ અને પુરુષોને ૨૫૦ ગ્રામ સોનાના આભૂષણ પહેરવાની પરવાનગી છે પરંતુ પકડાયેલા વ્યક્તિએ બે કિલોથી પણ વધારે જ્વેલરી પહેરી હતી. તેથી ધરપકડ કરી છે.
જાકે કસ્ટમ વિભાગના અધિકારીઓએ તમામ આભૂષણોના બિલ જાઈને તેને જવા દીધો. તેની પર ઈન્કમટેક્સની કાર્યવાહી થઈ રહી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY