નવસારી, તા.૩
નવસારી જિલ્લાના બાગાયતી ખેતી કરતાં ખેડૂતો બાગાયત ખાતાની સહાય યોજનાઅોના ગ્રીનહાઉસ તથા નેટહાઉસ ઘટકમાં અરજી કરવા આઇ ખેડૂત પોર્ટલ તા.૧/૧૧/૨૦૧૮ થી તા.૭/૧૧/૨૦૧૮ સુધી ખુલ્લું મૂકવામાં આવ્યું છે. જે ખેડૂત મિત્રો ગ્રીનહાઉસ તથા નેટહાઉસ ઘટકમાં વર્ષ ૨૦૧૮-૧૯ દરમિયાન લાભ લેવા માંગતા હોય તેઅોએ નજીકના ગામના ઇ-ગ્રામ સેન્ટર, ખાનગી ઇન્ટરનેટ અથવા કચેરીનો સંપર્ક કરી આઇ-ખેડૂત પોર્ટલ મારફત અોનાલાઇન અરજી કરવાની રહેશે. તેમજ અરજીની પ્રિન્ટ કરાવી જરૂરી સાધનિક કાગળો જેવા કે, ૮-અ, ૭ અને ૧૨ ની નકલ, જાતિનો દાખલો, આધારકાર્ડની નકલ, બેક પાસબુકની નકલ અથવા રદ્ કરેલ ચેક સાથે દિન-૭ માં કચેરીના નાયબ બાગાયત નિયામકની કચેરી, જૂની જિલ્લા તિજારી કચેરીની બાજુમાં, પોલીસ ગેટ, મોટા બજાર, નવસારી ફોન નંબર (૦૨૬૩૭)૨૮૧૮૫૮ ના સરનામે અચૂક જમા કરાવવા નાયબ બાગાયત નિયામક, નવસારી ઘ્વારા જણાવાયું છે. જરૂરી સાધનિક કાગળો વિનાની તેમજ નિયત સમયમર્યાદા બાદ મળેલ અરજીઅો સ્વીકારવામાં આવશે નહિ. જેની ખેડૂતમિત્રોએ ખાસ નોધ લેવા જણાવવામાં આવે છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



