સુરત, તા.૩
સક્ષમ મોબિલિટી ઈકોસિસ્ટમ નિર્માણ કરવા માટે ગ્રાઉન્ડવર્ક મૂકવાના પ્રયાસમાં દુનિયાનાં સૌથી વિશાળ રાઈડ- હેલિંગ મંચમાંથી એક, ઓલાની રિસર્ચ અને આઉટરીચ પાંખ ઓલા મોબિલિટી ઈન્સ્ટિટ્યૂટે આજે ભારતનો પ્રથમ ઈઝ ઓફ મુવિંગ ઈન્ડેક્સ ૨૦૧૮ જારી કર્યો હતો. અધ્યયનનાં તારણો અનુસાર ૮૦ ટકા સુરતવાસીઓ માને છે કે જાહેર પરિવહન સુરક્ષિત છે. અહેવાલ જાહેર પરિવહન પ્રણાલીઓને વધુ મજબૂત બનાવવા અને મોબિલિટી એકંદર સ્થિતિને સુધારવા શહરો માટે વ્યાપક કૃતિ યોજના ઓફર કરવા ચાહે છે.
આ અહેવાલ માર્ગ પરિવહન અને હાઈવે, શિપિંગ અને જળ સંસાધન, નદી વિકાસ અને ગંગા પુનરુદ્ધાર સન્માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી નીતિન ગડકરી દ્વારા જારી કરવામાં આવ્યો હતો.
મોબિલિટીની જરૂરતો શહેર વિશિષ્ટ હોઈ આ અહેવાલમાં દેશભરનાં ૨૦ શહેરના ૪૩,૦૦૦ પ્રતિવાદીઓનું સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું. આ શહેરો પાંચ પરિમાણો પર પસંદગી કરવામાં આવ્યાં હતાં, જેમાં સ્કેલ, કેરેક્ટર, કલ્ચર, ઈકોનોમી અને જ્યોગ્રાફીનો સમાવેશ થાય છે. ૫૦થી વધુ પરિમાણોને ધ્યાનમાં લેતાં તેને મૂલ્યાંકનના પાયા તરીકે લોકો, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સક્ષમતામાં અલગ કરીને અહેવાલે વર્તમાન પરિવહન સુવિધાઓની પહોંચક્ષમતા, કાર્યક્ષમતા અને સુરક્ષાનું આકલન કર્યું હતું. સક્ષમતા સમયની જરૂરત હોઈ ઈન્ડેક્સ એવો રોડમેપ ઓફર કરે છે, જે ટ્રાન્ઝિટ એજન્સીઓ અને શહેરી નિયોજનકારોને માહિતગાર નિર્ણયો લેવામાં અને પ્રવાસીઓની અગ્રતાઓ સાથે નિવારણોનો સુમેળ સાધવામાં સહાય કરશે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



