સુરત, તા. ૧૩
મહારાજા અોફ વાંસદા દિગ્વિરેન્દ્રજીનું ૯૪ વરસની જૈફવયે આજે નિધન થતા વાસંદા પંથકમાં શોક વ્યાપી ગયો હતો. રાજા દિગ્વિરેન્દ્રજીએ વાપીની હરિયા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. દેશી રજવાડાએ સરદાર સાહેબને ભારત ગણસંઘમાં સામેલ થવાના ખત પર સહીઅો કરી તે પૈકી જાડાણખત પર સહી કરનાર એકમાત્ર જીવંત રજા આ હતા. તેઅોએ ૧૦મી જૂન ૧૯૪૮ના રોજ જાડાણખત પર સહી કરી હતી. દિગ્વિરેન્દ્રસિંહજીનો યુવા વયે રાજ્યાભિષેક થયો હતો. રજવાડુ હતું તેઅો પ્રજાવત્સલ રાજા હતા. રાજાશાહી દુષણ તેમને વળગેળા ન હતા સાદગીભર્યુ સહજ જીવન તેમણે વિતાવ્યું હતું. સદગત રાજા દિગિ્વરેન્દ્રસિંહજી રાયફલ શુટિંગ સહિત અનેક વિષયડોમાં મહારત હાંસલ કરી હતી. મહારાજાએ વાસંદામાં હરણ અભ્યારણ્ય વિકસાવ્યું હતું. સોલંકી વંશના વાંસદા સ્ટેટના તેઅો ૨૨મા નરેશ હતા. વાસંદાથી ઉંમરગામ સુધી વાસંદા નરેશની આણ અને હાક આવતી હતી.
સદત મહારાજાના નિધનથી વાંસદામાં ગમગીની વ્યાપી ગઈ હતી. સદગતની અંતિમવિધિ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. આ અંતિમવિધિમાં ગુજરાત સરકાર સહિત અનેક મહાનુભાવો જાડાશે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



