તલંગપુર રોડ પર બંધ ઘરમાં તસ્કરો ત્રાટક્યા

0
46

સુરત, તા.૧૯
સચીન-તલંગપુર રોડ બ્રાહ્મણ ફળીયામાં રહેતા એક જ્યોતિષના બંધ મકાનના દરવાજાનું તાળુ તોડી રોકડા રૂપિયા તથા સોના ચાંદીના દાગીના મળી કુલ ૧.૧૧ લાખની મતાની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હોવાનો બનાવ સચીન જીઆઈડીસી પોલીસ મથકમાં નોંધાયો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ચોર્યાસી તાલુકાના તલંધપુર ગામના બ્રાહ્મણ ફળિયામાં નહુશ સુધીરભાઈ ઉપાધ્યાય રહે છે. ૩૮ વર્ષીય નહુશ ઉપાધ્યાય જ્યોતિષનું કામ કરે છે. દિવાળીના તહેવારોમાં તેઅો પરિવાર સાથે બહાર ગામ ગયા હતા. આ દરમ્યાન તેમના બંધ મકાનના દરવાજાનું તાળુ તોડી લાકડાના કબાટમાં મુકેલા રોકડા રૂ.૯૦ હજાર, ૧૦ ગ્રામ સોનાની વીંટી, પૂજાના ચાંદીના સિક્કા નંગ ૩ તથા અન્ય ચીજવસ્તુઅો મલી કુલ ૧.૧૧ લાખની મતાની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. બહારગામ ગયેલા નહુશભાઈ ઘરે પરત આવ્યા બાદ ઘરમાં સામગ્રી વેર વિખેર પડેલી જાતા તેમણે સચીન જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY