કોસાડના બે રો હાઉસનો સોદો કરી અસલ દસ્તાવેજા ગુમ થયાનું નાટક

0
82

રો હાઉસના અસલ દસ્તાવેજ ગુમ થયા હોવાનું ખોટુ સોંગદનામું પણ કરાયું
સુરત, તા.૧૯
૧૮ લાખ રૂપિયાના બદલામા કોસાડ સ્થિત સૃષ્ટિ રો હાઉસના બે પ્લોટના દસ્તાવેજો બનાવી આપ્યા બાદ આરોપીઅોએ અસલ દસ્તાવેજ ગુમ થયાનું નોટરી રાજેશ જી. શર્મા રૂબરૂનું સોગંદનામું રજૂ કરી કતારગામ સબ રજીસ્ટ્રાર કચેરીમાં રજૂ કરી ગુનો કર્યો હતો.
અઠવા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ કોસાડ-સાયણ રોડ સૃષ્ટિ રો હાઉસમાં રહેતા આશિષ કુમાર મહેશભાઈ આચાર્યે આરોપી સવજી ગોવિંદ પટેલ, જયશ્રીબેન સવજીભાઈ વિરડીયા, કાજલબેન લાભુભાઈ પાલડીયા, લાભુભાઈ સવજીભાઈ, ભાવનાબેન લાભુભાઈ, અજયભાઈ લાભુભાઈ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપીઅોએ કાવત્રુ રચી ફરિયાદી પાસેથી રૂ.૧૮ લાખ મેળવી પોતાનો અસલ દસ્તાવેજ ટાટા કેપિટલ હાઉસિંગ ફા.લિ. માંથી છોડાવી જે અસલ દસ્તાવેજ પ્લોટ નં.૧૦૨, ૧૧૬, સૃષ્ટિ રો હાઉસ વાળી મિલ્કત ફરિયાદીને આપી લખાણ કરી આપ્યું હતું. ત્યારબાદ રૂપિયા ૧૮ લાખ પરત આપવાના બદલે ફરિયાદી પાસે અસલ દસ્તાવેજ હોવા છતાં પણ આરોપીઅોએ નોટરી રાજેશ જી. શર્મા રૂબરૂનું દસ્તાવેજ શરત ચૂકથી ગેરવલ્લે થયાનું ખોટું સોગંદનામું સબ રજીસ્ટ્રાર કતારગામ નાનપુરામાં રજૂ કરી ઉપયોગ કરી ગુનો કર્યો હતો. બનાવ અંગે અઠવા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY