પાકિસ્તાન મૂરખ છે, અમે અબજા ડોલર આપ્યા તો પણ લાદેન વિશે ન જણાવ્યું

0
8

ટ્રમ્પે પાકિસ્તાનને ઝાટકી નાંખ્યુ
વોશિંગ્ટન,તા.૨૦
ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક વખત પાકિસ્તાન સામે આકરા પ્રહાર કર્યા છે. ટ્રમ્પે કહ્યું કે, પાકિસ્તાન મૂરખ છે. અમેરિકાએ અબજા ડોલર આપ્યા પરંતુ પાકિસ્તાને કદી ન જણાવ્યું કે, ઓસામા બિન લાદેશ તેમના દેશમાં ક્્યાં છુપાયો છે. ટ્રમ્પે પાકિસ્તાનને સૈન્ય મદદ રોકવાના બચાવમાં કહ્યું કે, ઈસ્લામાબાદ આતંકવાકને ખતમ કરવા માટે કોઈ ખાસ પગલાં નથી લેતું.
ટ્રમ્પના જણાવ્યા પ્રમાણે, પાકિસ્તાનને અમે લાંબા સમય સુધી અબજા ડોલર ન આપી શકીએ. તે અમારા પૈસા લઈ લે છે અને બદલામાં કશું નથી આપતાં. લાદેન તેનું ઉદાહરણ છે.
અફઘાનિસ્તાન મામલે પણ તમે આ જાઈ શકો છો. પાકિસ્તાન તે ઘણાં દેશોમાંથી એક છે જે અમેરિકાને કંઈ પણ આપ્યા વગર ઘણું લે છે. પરંતુ અમે હવે આ બધુ ખતમ કરી ચૂક્યા છીએ. ટ્રમ્પે આ વર્ષે એક જાન્યુઆરીએ ટ્વિટ કરીને પાકિસ્તાનને આપવામાં આવતી સુરક્ષા અને સૈન્ય મદદ ખતમ કરવાની વાત કરી હતી.
ટ્ર્‌મ્પને વિશ્વાસ છે કે, આતંકવાદ વિરુદ્ધ યુદ્ધમાં પાકિસ્તાન એક અસંતુષ્ટ ભૂમિકામાં છે. તેઓ અમારા પૈસાનો દૂરઉપયોગ કરે છે. બિન લાદેનને ૨૦૧૧માં એબટાબાદમાં જે સમયે મારવામાં આવ્યો હતો તે પહેલાં જ તેને પકડી શકાય તેમ હતો. આ પહેલાં પૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિંટન તેને મારવામાં ચૂકી ગયા હતા.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY