ગોરા બ્રિજ અને વડિયા કોલોની પાસે નિર્ભયા ટીમે વાહન ચેકીંગ કરતા રખડતા રોમિયોમાં ફફડાટ

રાજપીપળા : નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે હાલ સ્ટેચ્યુ ઓફ યુનિટીના કારણે પ્રવાસીઓ અને વાહનોની અવર જ્વર વધી છે ત્યારે નર્મદાની નિર્ભયા સ્કોડની કામગીરી પણ વધી હોય સમયાંતરે વાહન ચેકીંગ સહિતની કામગીરી કરી કાયદાનું કડક પાલન કરાવવા પાઠ ભણાવે છે ત્યારે બુધવારે જિલ્લા પોલીસ વડા અને ના.પોલીસ વડા ની સૂચનાથી નિર્ભયા સ્કોડના વડા પીએસઆઇ કે કે પાઠક સાથે નિર્ભયાની બહેનોએ અચાનક વાહન ચેકીંગ કરતા વાહનો લઈ રખડતા રોમિયોમાં ફફડાટ જોવા મળ્યો હતો .
જોકે અગાઉ નિર્ભયા ટીમની કડક કાર્યવાહીના કારણે જિલ્લામાં રખડતા રોમિયોનો ત્રાસ હાલ ઘણો ઓછો જણાય છે છતાં અમુક સમયે કાયદાનું ઉલ્લઘન કરતા તત્વો સામે પોલીસ કાયદાનો અમલ કરાવવા કડક પગલાં લેવા અચાનક ચેકીંગ કરે છે જેમાં બુધવારે વડિયા કોલોની અને ગોરા બ્રીજ પાસે નિર્ભયા ટીમે વાહન ચેકીંગ કરતા રખડતા રોમિયોમાં ફફડતા ફેલાયો હોવાનું પીએસઆઇ કે કે પાઠકે જણાવ્યું હતું .
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





