વિરમગામ સપ્તધારા ટીમ દ્વારા “જીંદગીને હા તમાકુને ના” વિષય પર નાટક રજુ કરવામાં આવ્યુ 

0
8

વિરમગામ તાલુકામાં આવેલ આઇપીએસ સ્કુલ ખાતે યલો લાઇન અભિયાન અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરાયુ

વિરમગામ સપ્તધારા ટીમ દ્વારા “જીંદગીને હા તમાકુને ના” વિષય પર નાટક રજુ કરવામાં આવ્યુ

અમદાવાદ જીલ્લાના વિરમગામ તાલુકામાં આવેલ ઇન્ડીયન પબ્લીક સ્કુલ ખાતે યલો લાઇન અભિયાન અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આઇ.પી.એસ સ્કુલની બહાર બહાર કોપ્ટા એક્ટ ૨૦૦૩ સેક્શન ૬ (બી)ના કાયદા અંતર્ગત ૧૦૦ મીટરના અંતર પર યલો લાઇન દોરવામાં આવી હતી. આઇપીએસ સ્કુલમાં વિરમગામ સપ્તધારા ટીમ દ્વારા “જીંદગીને હા તમાકુને ના” વિષય પર નાટક રજુ કરવામાં આવ્યુ હતુ. યલો લાઇન કેમ્પેઇનમાં ભાગ લેનારા તમામ અધિકારી, કર્મચારીઓ, વિદ્યાર્થીઓને ફેઇથ ફાઉન્ડેશન દ્વારા પીળા કલરની ટોપી આપવામાં આવી હતી. આ ઉપરાંત નવયુગ સ્કુલ ખાતે પણ વિદ્યાર્થીઓને વ્યસન મુક્તિ અંગે વિગતવાર સમજ આપવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં મેડિકલ ઓફિસર ડો.સંગીતા પટણી, સુપરવાઇઝર કે.એમ.મકવાણા, શાળાના આચાર્ય, શિક્ષકો, વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં આરોગ્ય વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે, તમાકુના સેવનથી દર વર્ષે વિશ્વમાં ૫૫ લાખથી વધુ લોકો મોતને ભેટે છે. ભારતમાં દર વર્ષે  ૧૦ લાખથી વધુ લોકો તમાકુના સેવનના કારણે મૃત્યુ પામે છે. ભારતમાં તમાકુના સેવનથી દરરોજ ૨૭૦૦થી વધુ લોકો મૃત્યુ પામે છે અને દર મિનીટે બે વ્યક્તિ મોતને ભેટે છે. ભારતમાં કેન્સરના ૧૦૦ પૈકી ૪૦ કેસો તમાકુ સાથે સંકળાયેલા હોય છે અને મોઢાના કેન્સરના લગભગ ૯૫ ટકા જેટલા કેસો તમાકુના સેવનના લીધે થાય છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY