સાયકલ સવારોનું ઉષ્માભર્યું સ્વાગત કરાયું
નિવાસી કલેક્ટર અને અન્ય અધિકારીગણના હસ્તે સાયકલીસ્ટોને સન્માનિત કરી પ્રમાણપત્ર એનાયત કરાયા
સાયકલ યાત્રા ધ્વારા મહાત્મા ગાંધીજીના દેશ પ્રત્યેના સમર્પણ અને ત્યાગને ઉજાગર કરવાનો ઉદ્દેશ
ભરૂચઃ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 150 મી જન્મજયંતિ ઉજવણીના ભાગરૂપે ભારત સરકારના ફુડ એન્ડ સેફટી સ્ટાન્ડર્ડ એક્ટ ઓથોરીટી ઓફ ઇન્ડીયાના ઉપક્રમે સમગ્ર દેશમાં તા.૦૨ જી ઓક્ટોબરથી આયોજીત સ્વસ્થ ભારત સાયકલ યાત્રા ભરૂચ ખાતે આવી પહોંચતા જેનું જિલ્લા વહીવટીતંત્ર ધ્વારા ઉષ્માભેર સ્વાગત કરાયું હતું. ઇટ રાઇટ ઇન્ડીયા મુવમેન્ટની થીમ પર કુપોષણ, ખોરાકથી તથા બિમારીઓને નાથવા માટે સ્વસ્થ ખોરાક મળી રહે તેવા ઉદ્દેશથી સ્વસ્થ ભારત સાયકલ યાત્રા નામની દેશ વ્યાપી સાયકલ યાત્રા સુરત જિલ્લામાંથી ભરૂચ જિલ્લામાં પ્રવેશ થતાં દર્શન હોટલ, પાનોલી ખાતે સાયકલીસ્ટોનું ભાવભીનું સ્વાગત કરાયું હતું. ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકોર હોલ ખાતે આયોજીત સ્વાગત સમારોહમાં નિવાસી અધિક કલેક્ટર આઇ.જે.માળી, પ્રાંત અધિકારી દેસાઇ, પ્રાંત અધિકારી રમેશભાઇ ભગોરા, ખોરાક ઔષધ નિયમન તંત્રના અધિકારીઓ તથા અન્ય અધિકારીગણના હસ્તે સાયકલીસ્ટોને સન્માન કરી પ્રમાણપત્ર એનાયત કરાયા હતા.
સાયકલ યાત્રા ધ્વારા ભરૂચવાસીઓને નોન કોમ્યુનીકલ રોગોના નિયંત્રણ માટે હેલ્ધી ફુડ માટેની અપીલ કરતાં ઓડિયો – વિડીયો તેમજ તજજ્ઞ ન્યુટ્રિશિયનો ધ્વારા ખોરાક અંગે સમજણ આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, આ સાયકલ યાત્રાનો ઉદ્દેશ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના દેશ પ્રત્યેના સમર્પણ અને ત્યાગને ભાવાંજલિ આપવાનો તેમજ દેશની જનતાને ફોર્ટીફાઇડ ફુડ મળી રહે તે માટે જનજાગૃતિ લાવવાનો છે.
સ્વસ્થ ભારત યાત્રા સફળતાપૂર્વક પાર પડે અને ગુજરાતની પ્રજાને સ્વસ્થ, સ્વચ્છ, પોષણયુક્ત ખોરાક મળી રહે અને છેવાડાના માનવીને પણ શુધ્ધ અને સારૂ ભોજન મળી રહે તે અંગે માહિતગાર કરવામાં આવશે. આ યાત્રામાં તા.૨૩ નવેમ્બર ના રોજ સવારે ૦૬:૩૦ કલાકે મેરેથોન દોડ પંડિત ઓમકારનાથ ઠાકોર કલાભવન હોલ ખાતેથી નિકળી શક્તિનાથ થઇ શ્રવણ ચોકડીથી પરત ટાઉન હોલ ભરૂચ ખાતે આવશે. સવારે ૦૭:૩૦ કલાકે પ્રભાતફેરી નિકળશે જે ટાઉન હોલથી નિકળી કલેક્ટર કચેરી, સિવિલ હોસ્પિટલ થઇ શક્તિનાથથી પરત ટાઉન હોલ આવશે. સવારે ૦૮:૩૦ થી ૧૧:૩૦ પબ્લીક મિટીંગ, મેડીકલ ચેકઅપ, બ્લર્ડ ડોનેશન કેમ્પ તથા સાંસ્કૃત્તિક કાર્યક્રમ યોજાશે. તા.૨૪ મી નવેમ્બરના રોજ ફલેગ ઓફ સેરેમની પંડિત ઓમકારનાથ ઠાકોર કલાભવન હોલ ખાતે યોજાશે.
સમગ્ર ભારતમાં આ યાત્રા વિવિધ સ્થળોએથી શરૂ થઇને હજાર કિલો મીટરનું ભ્રમણ કરીને નવી દિલ્હી ખાતે સંપન્ન થશે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"






