સુરત,તા.૨૨
પાંડેસરા વિસ્તારમાં પિતા અને પુત્રીના સંબંધને કલંક લગાવતી ઘટના પ્રકાશમાં આવી છે. પિતા દ્વારા જ બે દીકરી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધાવવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. પતિ વિરુદ્ધ પત્નીએ ફરિયાદ નોંધાવતા પતિ ઘર છોડીને ભાગી ગયો હતો.
પાંડેસરા વિસ્તારમાં સગા પિતા દ્વારા બે દીકરીઓ સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે. પાંડેસરા વિસ્તારમાં રહેતો પરિવાર મજૂરી કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે. સગા પિતા દ્વારા કરવામાં આવતા કૃત્ય અંગે દીકરીઓએ માતાને જાણ કરી હતી. જેથી પત્નીએ પતિ વિરુદ્ધ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેની જાણ પતિને થઈ જતા ઘર છોડીને ભાગી ગયો હતો. હાલ પોલીસે ગુનો નોંધી ફરાર પિતાની શોધખોળ હાથ ધરી છે.
પાંડેસરા પોલીસને સંપર્ક કરતા જણાવ્યું હતું કે, પિતાએ બે પુત્રી પર દુષ્કર્મ આચર્યું છે. પત્નીએ જ પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. વધુ તપાસ ચાલી રહી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



