ચૂંટણી આવતા ભાજપ મંદિરના નામે મતદાતાઓને છેતરે છે : રાજ બબ્બર

0
36

ભાજપ નેતાઓના મુખમાં રામ અને બગલમાં છૂરી છે
ન્યુ દિલ્હી,તા.૨૨
અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ બાબતે દરરોજ નેતાઓના નિવેદનો આવતા જ રહે છે. હવે ગુરુવારે કોંગ્રેસના નેતા રાજ બબ્બરે ભાજપ પર આરોપ લગાવ્યો છે કે, ચૂંટણીના આવતાની સાથે ભાજપ મંદિરના નામે મતાદાતોઓને છેતરવાના પ્રયાસ શરૂ કરી દે છે. તેમણે જણાવ્યું હતું કે, રામને આસ્થાની દ્રષ્ટિએ જોવાતો નથી. જ્યારે પણ કયાંક ચૂંટણી આવે છે ભાજપ રામના નામનું વાટકો લઇને ફરવાનું શરૂ કરી દે છે.
ઉત્તર પ્રદેશ કોંગ્રેસ વિસ્તારના અધ્યક્ષ રાજ બબ્બરે જણાવ્યું હતું કે, રામ મંદિર મુદ્દે ભાજપ દ્વારા છેતરવાના પ્રયાસોને મતદાતોઓએ ઓળખી લીધા છે. ભાજપ જણાવે છે કે, મંદિર અમે બનાવીશું પરંતુ તારીખ નહીં જણાવીશું. લોકો જાણી ગયા છે કે, તેમના (ભાજપના નેતાઓ)ના મુખમાં રામ અને બગલમાં છૂરી છે. બબ્બરે જણાવ્યું હતું કે, કોંગ્રેસે રામ મંદિર નિર્માણ કયારે વિરોધ કર્યો પણ નથી અને કરશે પણ નહી.
તેમણે જણાવ્યું હતું કે, બધા ઇચ્છે છે કે, ભગવાન રામનું મંદિર બને, મને લાગે છે કે, હવે મુસ્લિમો પણ ઇચ્છે છે કે, આ મંદિરનું નિર્માણ થાય. પરંતુ આ અંગે સુપ્રીમમાં કેસ ચાલી રહ્યો હોવાથી સુપ્રીમ નક્કી કરશે આ મંદિર કયાં બનશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY