વલસાડ,તા.૨૩
ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે. એટીએસની ટીમે વલસાડમાંથી એક નકસલવાદીની ધરપકડ કરી છે, સાથે જ ગુજરાતમાં ચાલાત નક્સલવાદનો પર્દાફાશ કરવામાં મોટી સફળતા મળી છે. ઝડપાયેલો નક્સલવાદી બિહારનો રહેવાસી છે અને તે અનેક હુમલાને અંજામ પણ આપ્યો છે. ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે. એટીએસની ટીમે વલસાડમાંથી એક નકસલવાદીની ધરપકડ કરી છે, સાથે જ ગુજરાતમાં ચાલાત નક્સલવાદનો પર્દાફાશ કરવામાં મોટી સફળતા મળી છે. ઝડપાયેલો નક્સલવાદી બિહારનો રહેવાસી છે અને તે અનેક હુમલાને અંજામ પણ આપ્યો છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે ગુજરાતની એન્ટી ટેરરીસ્ટ ક્વોડે વલસાડમાં દરોડા પાડ્યા હતા. અહીં બાતમીના આધારે એક ફ્લેટમાં છૂપાયેલા નક્સલવાદીને દબોચી લીધો હતો. એટીએસની ટીમના જણાવ્યા પ્રમાણે આ નક્સલવાદીનું નામ રાજીવ સુત્તવજી છે અને તે મૂળ બિહારનો રહેવાસી છે. રાજીવે અનેક હુમલાને અંજામ આપ્યો છે. જેમાં ૧૦થી વધુ સીઆરપીએફના લોકોની હત્યાની ઘટના પણ સામેલ છે. તો રાજીવ વિરુદ્ધ ૫૦થી વધુ ગુનાઓ દાખલ છે.
એટીએસએ જણાવ્યું કે વર્ષ ૨૦૧૬માં રાજેશ રવિદાસ, અનીલ યાદવ, ચંદન નેપાલી અને અન્ય માઓવાદીઓએ ઓરંગાબાદ, બિહારના જંગલ વિસ્તારમાં આઈઈડી બ્લાસ્ટથી હુમલો કર્યો હતો જેમાં સીઆરપીએફના ૧૦ કમાન્ડો સહીદ થયા હતા. ત્યારબાદ માર્ચ ૨૦૧૭માં સીઆરપીએફને માહિતી મળી કે ગુરપાના જંગલમાં માઓવાદી સંગઠનનું એક મોટું ગ્રૂપ કોઇ દેશ વિરોધી કૃત્યને અંજામ આપવા એકત્રિથ થઇ રહ્યું છે જે આધારે સીઆરપીએફની કોબ્રા બટાલીયને માઓવાદીઓને પકડી પાડવા માટે સમગ્ર વિસ્તારને ઘેર્યો હતો, આ દરમિયાન માઓવાદીઓએ ઓટોમેટિક રાઇફલથી હુમલો કર્યો હતો. પરંત ૪ માઓવાદી ઠાર મરાયા હતા અને મોટાપાયે હથિયાર કબજે કરાયા હતા. આ અથડામણમાં રાજેશ રવિદાસને હાથમાં ગોળી વાગી હતી, ત્યારબાદ તે ત્યાંથી ફરાર થઇ ગયો હતો, ત્યારબાદ તે પોતાની મૂળ ઓળખ છૂપાવી નાસતો ફરતો હતો.
વર્ષ ૨૦૧૮માં રાજેશ રવિદાસ દમણમાં આવ્યો હતો, અહીં તેણે પોતાની ઓળખ ગોપાલ પ્રસાદ તરીકએ આપી અને થોડા સમય માટે સિક્્યોરિટી ગાર્ડની નોકરી કરતો હતો. ત્યારબાદ વલસાડ જિલ્લાના વાપી ખાતે મજૂરી કામ કરવા લાગ્યો હતો. આ દરમિયાન એટીએસ ગુજરાતને માહિતી મળી કે માઓવાદી સંગઠનના બિહાર ઝારખંડ (મગધ) વિસ્તારના સ્પેશિયલ એરિયા કમિટિના ઇન-ચાર્જ પદ્યુમન શર્માનો જમણો હાથ ગણાતા અને રાજગીર, બિહારના ઝોનલ કમાન્ડર રાજેશ રવિદાસ ઉર્ફ ગોપાલ પ્રસાદ ઉર્ફ ઉત્તમજી વાપીમાં છૂપાયેલો છે, જે આધારે એટીએસ ગુજરાતની ટીમે નક્સલવાદીને ઝડપી પાડ્યો છે. ત્યારે માઓવાદી સંગઠન બિહાર-ઝારખંડ વિસ્તારના એરિયા કમિટિ હેડ પ્રદ્યુમન શર્મા સાથે તેના હાલના સંબંધો અને તેની ગુજરાતમાં હાજરી અનુસંધાને પૂછપરછ કરવામાં આવી રહી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"





