અમદાવાદમાં નકલી દારૂ બનાવવાનું કૌભાંડ ઝડપાયું,બેની ધરપકડ

0
10

બ્રાન્ડેડ દારૂના નામે લોકોને પીવડાવતા હતા નકલી દારૂ
અમદાવાદ,તા.૨૫
અમદાવાદના નવા વાડજમાં નકલી દારૂ બનાવવાનું કૌભાંડ ઝડપાયું છે. તેમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ઘટના સ્થળથી ૯૩ બોટલ દારૂ, વિદેશી દારૂની બ્રાન્ડના લેબલ, પેકિંગ માટે બોક્સ અને ઠંડા પીણાંની બોટલો મળી આવી હતી. વાડજ પોલીસે આ મામલે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.
અમદાવાદના નવા વાડજમાં આવેલા રામાપીરના ટેકરા પાસે આવેલા સિદ્ધિ એપાર્ટમેન્ટના ચોથા માળે એ/૧૩માં બનાવટી દારૂ બનાવવાનું કૌંભાડ ચલાવાતુ હતું. આ કૌભાંડમાં વિક્કી ઉર્ફે ખલી (ઉ.વ.૨૪) અને મનદીપ કનુભાઇ ભાવસાર (ઉ.વ.૩૨) આ કામ કરતા ઝડપાયા છે. તેઓ ઓછી ગુણવત્તાના દારૂમાં ભેળસેળ કરીને વિદેશી દારૂ બનાવીને એક બોટલ બેથી પાંચ હજારમાં વેચતા હતા.
આરોપી વિક્કીનું નામ પહેલા પણ પોલીસના ચોપડે લખાયેલુ છે. પહેલા તેની પર પાસા લાગેલી હતી. તે આ ફ્લેટમાં માત્ર દારૂનો ધંધો જ કરતો હતો. પરિવાર સાથે કુબેરનગરમાં રહે છે.
આ બંન્ને નકલી દારૂ બનાવીને બ્રાન્ડેડ દારૂની બોટલોમાં નવા સ્ટિકરો લગાવીને વેચતા હતાં. તેઓ ઠંડા પીણા અને પાણી નકલી દારૂમાં ભેળવતા હતાં. આ મામલામાં પોલીસે વધુ કોણ તેમની સાથે સંડોવાયેલા છે અને તે કોને સપ્લાય કરતા હતા તે અંગે તપાસના ચક્રો ગતિમાન કરશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY