નડિયાદ,તા.૨૫
ગુજરાતમાં દારૂબંધીના નામે સૌથી વધુ દારૂ પીવાય છે તે જગજાહેર છે. દારૂબંધીની ઐસી કી તૈસી કરતો કિસ્સો સામે આવ્યો છે. નડિયાદના ફતેહપુરાનાં ફાર્મહાઉસમાં દારૂની મહેફિલ માણસા ૩૩ નબીરાઓ રંગેહાથે ઝડપાયા છે. ગઇકાલે અડધી રાત્રે એલસીબીએ દરોડા પાડી દારૂની મહેફિલ માણતા નબીરાઓને ઝડપી પાડ્યા છે.
પોલીસે બિયરના ટીન, હુક્કા ફલેવર, ભવ્ય કાર, ૧૩ બાઇક, ૮ કાર,૫ દારૂની બોટલ, ૩૦ મોબાઇલ સહિત મુદ્દામાલ કબજે કર્યો હતો. તપાસ બાદ તમામ નબીરાઓને મેડિકલ ચેકઅપ માટે સરકારી હોસ્પિટલમાં મોકલાયા હતા. સૌથી અગત્યનું એ છે કે ફાર્મહાઉસના પાછળના ભાગમાં શંકાસ્પદ બે નિસરણી મળી આવતાં લોકોમાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે.
એલસીબીને બાતમી મળી હતી તેના આધાર પર દરોડા પાડ્યા હતા. ૩૩ એ ૩૩ નબીરાઓ નડિયાદ શહેરના અને શ્રીમંત ઘરના હોવાનું જાણવા મળ્યું છે.
આપને જણાવવાનું કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં આ કાયદાના ભંગની અનેક ઘટનાઓ જાવા મળે છે. દારૂબંધીના કાયદાનું ચુસ્તપણે પાલન થવું જાઈએ.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"






