ભુજ એલ.સી.બી.એ ૬ જીલ્‍લામાંથી હદપાર થયેલ આરોપીને પકડી પાડયો

0
344

ભુજ કચ્છ: પશ્ચિમ કચ્‍છ જીલ્‍લામાંથી હદપાર થયેલા ઈસમો પૈકી અમુક ઈસમો હદપારીનો ભંગ કરી લપાતા છુપાતા પરત આવી જાય છે તેવી જાણકારી પોલીસને મળતાં પોલીસ અધિક્ષક એમ.એસ.ભરાડા સાહેબના સુચનાથી અને ઈન્‍ચાર્જ પોલીસ ઈન્‍સ્‍પેકટર એમ.બી.ઔસુરા તથા પોલીસ સબ ઈન્‍સ. એચ.એસ.તિવારીના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.,પશ્ચિમ કચ્‍છની એક ટીમ મુન્‍દ્રા વિસ્‍તારમાં પેટ્રલીંગમાં હતી તે દરમ્‍યાન બાતમી હકીકત મળેલ કે,એસ.ડી.એમ.,મુન્‍દ્રાના નં.મેજી./હદપારી/કેસ નં.પપ/૧૭,તા.ર૬/૦૪/૧૮ વાળા હુકમથી હરી જખુ ગઢવી,ઉ.વ.પર,રહે.ગામ-વવાર વાડી વિસ્‍તાર,તા.મુંદરા વાળાને તા.૧પ/૦૪/૧૮ ના રોજ કચ્‍છ બનાસકાંઠા પાટણ,રાજકોટ મોરબી,સુરેન્‍દ્રનગર જીલ્‍લાઓ માંથી હદપાર કરવામાં આવેલ હતો જે મજકુર હદપારીનો ભંગ કરી વવાર વાડી વિસ્‍તારમાં પોતાના ઘરે છે તેવી બાતમી મળતાં જેથી એલ.સી.બી.ની ટીમ તપાસ કરતાં મજકુર આજરોજ મળી આવતાં મજકુર ઈસમને અટક કરી જી.પી.એકટ કલમ ૧૪ર મુજબની ફરીયાદ મુન્‍દ્રા મરીન પોલીસ સ્‍ટેશનમાં ધોરણસર થવા દાખલ કરાવી આગળની કાર્યવાહી થવા મુન્‍દ્રા મરીન પો.સ્‍ટે.માં સોંપી આપેલ છે.

ગૌતમ બુચિયા
9714065405

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY