સીરમીક ઉદ્યોગને ફટકો, ગલ્ફ દેશો દ્વારા એન્ટી ડમ્પિંગ ડ્યુટી લદાઇ

0
11

મોરબી,તા.૬
મોરબી સીરામીક ઉદ્યોગ એ ખૂબ જ હરણફાળ ભરી છે, જે ખુબજ પ્રશંસનીય છે, આજે મોરબીનો વિશ્વમાં ડંકો વાગી રહ્યો છે તો બીજી તરફ ઘરઆંગણાનું માર્કેટ ઠપ થઇ ગયુ છે. હવે માઠા સમાચાર એ છે કે ગલ્ફ સરકારે મોરબીના સીરામીક ઉદ્યોગ પર ડમ્પીંગ ડ્યુટી લાદવાની હિલચાલથી આર્થિક ફટકો પડે તેવી શકીયતા છે જેને લઇ એક્સપોર્ટ ઠપ્પ થવાની શકીયતા વર્તાઇ રહી છે અને ઉદ્યોગદારો ચિંતામાં પડી ગયા છે.
મોરબીનો સીરામીક ઉદ્યોગ બીજા નંબરનો ઉદ્યોગ છે. જેમાં ૯૦૦થી વધુ સીરામીક કંપનીનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે. મોરબીની સીરામીક પ્રોડકટ ઉપર ગલ્ફના દુબઇ,સાઉદી અરેબિયા,કુવૈત,ઓમાન સાત દેશોમાં એન્ટી ડમ્પિંગ ડ્યુટી લાદવાની હોવાથી સીરામીક એસોસીએશનના હોદેદારોએ કેન્દ્રના વાણિજ્ય મંત્રાલયમાં રજૂઆત કરી છે.
મોરબીના ટાઇલ્સનો ૫૦ ટાકા નિકાસ ગલ્ફ (અખાત)ના દેશોમાં કરવામાં આવે છે. જેનું ટર્ન ઓવર વર્ષે ૮૦૦૦ કરોડ સુધી પહોંચી જાય છે, પરંતુ ગલ્ફ(અખાત) ના દેશો દ્વારા અચાનક જ એન્ટી ડમ્પીંગ ડ્યુટી લાદવાનો નિર્ણય લેવામાં આવતાની સાથે જ ૨૫ સીરામીક યુનિટો બંધ થઇ ચુક્વ્યા છે અને હજુ વધુ ફેકટરીઓ બંધ થવાની પુરી શકીયતા છે.
જા સીરામીક ઉદ્યોગ પાર ગલ્ફના દેશો દ્વારા લાગવામાં આવનાર એન્ટી ડમ્પીંગ ડ્યુટીને રોકવામાં નહીં આવે તો સીરામીક ઉદ્યોગ પર જ નહીં પરંતુ અસંખ્ય શ્રમજીવિકાઓ પર પણ અસર થાય તેવા સંકેતો સાંપડી રહ્યાં છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY