લો બોલો હવે આંગણવાડીના આંગણામાં પણ લોકો જુગાર રમતા ખચકાતા નથી…!!

0
358

ગરુડેશ્વરના નવવાઘપુરાની આંગણવાડીમાં જુગાર રમતા ચાર ઝડપાયા 

રાજપીપળા : નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના નવાવાઘપુરા ગામે આંગણવાડીના આંગણામા ગેરકાયદેસર પત્તાપાનાનો જુગાર રમી રમાડતા ચાર વ્યક્તિઓને પોલીસે એક લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા રેડ દરમિયાન તેમની અંગઝડતીના રૂપિયા ૧૨૪૦/ તથા દાવપરના રૂ.૨૦૦/-તથા મો.સા નં-૨ કિંમત રૂપિયા ૧૦૦૦૦૦/- મળી કુલ રૂપિયા ૧૦૧૪૪૦/- ના મુદામાલ સાથે પકડાઇ ચાર પૈકી (૧) વિજય મહેશભાઇ વસાવા (૨) દિનેશ દલપતભાઇ વસાવા બન્ને રહે.નવાવાઘપુરા તા.નાંદોદ જી.નર્મદા (૩) સંજય મોહનભાઇ જોષી(૪) કરણ રામભાઇ સલાટ બન્ને રહે.રામપુરા માંગરોલ તા.ગરુડેશ્વર જી.નર્મદા ને રાજપીપળા પોલીસે પકડી કાયદેસર કાર્યવાહી કરી છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY