આૅડિસામાં અગ્નિ-પ મિસાઈલનું સફળ પરીક્ષણ

0
9

મિસાઈલની મારક ક્ષમતા પાંચ હજારથી આઠ હજાર કિમી સુધીની
ભૂવનેશ્વર,તા.૧૦
ઓડિસામાં અગ્નિ-૫ મિસાઈલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યુ છે. મિસાઈલને ત્રિસ્તરીય સુરક્ષા વચ્ચે હવામાં છોડવામાં આવી હતી. મિસાઈલના પરીક્ષણ પહેલા માછીમારોને સમુદ્રમાં ન જવાની ચેતાવણી આપવામાં આવી હતી. બંગાળની ખાડી પાસે આવેલ અબ્દુલ કલામ ટાપુ પરથી આ મિસાઈલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યુ.
મિલાઈલની મારક ક્ષમતા પાંચ હજારથી આઠ હજાર કિલોમીટર છે. આ મિસાઈલની રેન્જમાં ચીન અને પાકિસ્તાન જેવા દેશો પણ છે. હવાથી હવા અને જમીન પર હુમલો કરવામાં સક્ષમ મિસાઈલન સફળ પરીક્ષથી ભારતીય સેનાની તાકાતમાં વધારો થયો છે.
આ પહેલા ૨૦૧૨, બીજુ ૨૦૧૩, ત્રીજુ ૨૦૧૫, ચોથુ ૨૦૧૬ અને પાંચમું ૨૦૧૮માં સફળ પરિક્ષણ કરાયું. બાદમાં ૬ જૂન ૨૦૧૮માં સાતમું સફળ પરિક્ષણ કરાયું હતું. અગ્નિ-૫ની રેન્જ ૫,૫૦૦ કિમીથી વધારે છે. એટલે કે અગ્નિ -૫ મિસાઇલની હદમાં ચીન, યૂરોપ અને પાકિસ્તાન તમામ દેશો આવી જાય છે. અગ્નિ-૫ ટેક્નોલોજીની દ્રષ્ટિએ સૌથી એડવાન્સ મિસાઇલ છે. જેમાં નેવીગેશન, ગાઇડેંસ, વોરહેડ, અને એન્જિન પણ અત્યાધુનિક સુવિધાઓ છે.
જા કે ઈસરોના વૈજ્ઞાનિકોએ આ મિસાઈલને પાકિસ્તાન અને ચીનના ખતરાઓને ધ્યાનમાં રાખીને તૈયાર કર્યુ છે. આ મિસાઈલની લંબાઈ ૧૭.૫ મીટર, પહોળાઈ ૨ મીટર અને દોઢ ટન વિસ્ફોટક વજન ઉઠાવવાની ક્ષમતા રાખે છે. તેનુ કુલ વજન ૫૦ ટન છે. આ થ્રી સ્ટેજ મિસાઈલ પોતાના ટાર્ગેટ પર બિલકુલ અચૂક હશે અને પલક ઝપકતા જ દુશ્મનોને નશ્ટ કરી દેશે.
લંબાઇ ૧૭.૫ મીટર લાંબી
પહોળાઇ ૨ મીટર
વજન ૫૦ ટન વજન
વિસ્ફોટ દોઢ ટન
ધ્વનિ ૨૪ ગણી

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY