વડોદરા,તા.૧૨
રાજ્યમાં દારૂબંધી માત્ર કાગળ પર જ હોય એવું લોકો માની રહ્યાં છે, જા વાત તો સાચી જ છે, રાજ્યભરમાં દારૂની રેલમછેલ જાવા મળે છે. જા કે સારી વાત એ છે કે પોલીસ દ્વારા કેટલાક પ્રમાણમાં દારૂ પકડી પણ લેવામાં આવે છે અને બૂટલેગરોને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવે છે, તેમ છતાં માત્ર થોડા કિસ્સામાં જ પોલીસના હાથે દારૂનો જથ્થો હાલ લાગે છે, કરોડો રૂપિયાનો દારૂની હેરફેર તો ચાલુ જ છે. વડોદરામાં આવા જ પોલીસે જપ્ત કરેલા દારૂના જથ્થા પર બૂલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું.
વડોદરા ગ્રામીણ પોલીસે દારૂની બોટલોને એક મેદાનમાં એકત્રિત કરી અને પછી તેના પર બૂલડોઝર ફેરવી દીધું. નાની-મોટી, સસ્તી-મોંઘી કુલ મળીને ૫૫૭૨૪ દારૂની બોટલોનો નાશ કરાયો હતો. આ દારૂની કિંમત અધધ ૧ કરોડ ૫૨ લાખ ૩૯ હજાર ૪૦૫ રૂપિયા થતો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
હાઇવે નંબર ૮ પાસે આવેલા કોટાલી ગામે આ દારૂના નાશની કામગીરી ડ્ઢઅજની હાજરીમાં હાથ ધરાઇ હતી. નાશ કરાયેલા દારૂનો જથ્થ પોલીસે વિવિધ ગુના હેઠળ વર્ષ ૨૦૧૬થી ૨૦૧૮ સુધીમાં જપ્ત કર્યો હતો. થોડા સમય પહેલા જ મોરબી અને મહેસાણા પોલીસ પણ આવી જ રીતે લાખો રૂપિયાના દારૂ પર બૂલડોઝર ફેરવી દીધું હતું. ત્યારે સવાલ એ થાય કે રાજ્યમાં દારૂબંધી હોવા છતા કરોડો રૂપિયાનો દારૂ આવે છે કિયાથી, શું રાજ્યમાં બૂટલેગરોને છુટ્ટો દોર મળી ગયો છે, શું ગુનેગારોમાં પોલીસનો ખોફ રહ્યો નથી કે પછી પોલીસની જ રહેમનજર છે?
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






