અમિતાભે નીના ગુપ્તાને બિરદાવતો પત્ર લખ્યો

0
64

મુંબઈ,તા.૧૬
મેગાસ્ટાર અમિતાભ બચ્ચને સિનિયર અભિનેત્રી નીના ગુપ્તાને એના બધાઇ હો ફિલ્મના રોલ માટે બિરદાવતો પત્ર સ્વહસ્તે લખીને મોકલ્યો હતો.
અમિતાભની આ વિશેષતા છે. પોતાને કોઇ ફિલ્મના કલાકારનો અભિનય ગમી જાય તો એ પોતાના હાથે એને અભિનંદન આપતો પત્ર પોતાના પ્રિન્ટેડ લેટર હેડ પર લખીને મોકલે છે. હાલ અમિતાભ અને આમિર ખાનની યશ રાજ નિર્મિત ફિલ્મ ઠગ્સ આૅફ હિન્દોસ્તાન સાથે નીના ગુપ્તાની ફિલ્મ બધાઇ હો ચાલી રહી છે.
સાવ નાનકડા બજેટે બનેલી અને બિનપરંપરાગત કથા વસ્તુ ધરાવતી ફિલ્મ બધાઇ હોએ યશ રાજની મેગાબજેટ મલ્ટિસ્ટાર ફિલ્મ ઠગ્સ આૅફ હિન્દોસ્તાનને બોક્સ આૅફિસ પર હંફાવી હતી. બધાઇ હોમાં બી ગ્રેડના ગણાતો ગાયક અભિનેતા આયુષમાન ખુરાના અને સાન્યા મલ્હોત્રા ચમકી રહ્યાં છે. આ ફિલ્મમાં નીના ગુપ્તાએ પ્રૌઢ વયે ફરી ગર્ભવતી બનતી મહિલાનો રોલ કર્યો છે.
અમિતાભે બધાઇ હોના આખા યુનિટને બિરદાવતો પત્ર લખવા ઉપરાંત નીના ગુપ્તાને બિરદાવતો પત્ર પણ મોકલ્યો હતો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY