નર્મદા જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા અધીક કલેક્ટર ને આવેદન અપાયું 

0
24

રાજપીપળા : નર્મદા જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ મનીષાબેન વસાવા અને નગરપાલિકા ના પૂર્વ પ્રમુખ ભારતીબેન વસાવા સહિત અન્ય મહિલા કોંગ્રેસ ની બહેનો દ્વારા આજે અધિક કલેક્ટર ને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં પૂર્વ કોગ્રેસ અઘયક્ષા સોનીયા ગાંધી ના જન્મ દિવસે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અભદ્ર શબ્દો ઉચ્ચારી બહેનોની ટિપ્પણી કરી છે ત્યારે આ બાબત ભારત દેશના વડાપ્રધાન તરીકે શોભનીય નથી આજે દેશમાં કેટલીય વિધવા બહેનો છે કે જે કોઈની માં કે કોઈની બહેન છે આવી વિધવા બહેનો માટે વડાપ્રધાન અભદ્ર શબ્દો નો ઉપયોગ કરે એ દેશની તમામ વિધવા બહેનો નું અપમાન કર્યું કહેવાય સાથે સાથે વડાપ્રધાન પદનું પણ અપમાન કરેલ છે જે વખોડવા લાયક છે આવા અપમાનજનક શબ્દો બોલવા બદલ દેશના વડાપ્રધાન મોદી માફી માગે એવી માંગ કરતું એક આવેદનપત્ર મંગળવારે નર્મદા જિલ્લા મહિલા કોંગ્રેસે અધિક કલેક્ટર ને આપ્યું હતું .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY