પર્થ,તા.૧૮
ઓસ્ટ્રેલિયાએ ભારત સામે પર્થ ટેસ્ટ ૧૪૬ રને જીતી લીધી છે. ભારતીય ટીમ ૨૮૭ રનના ટાર્ગેટનો પીછો કરતાં પાંચમા દિવસે લંચ પહેલાં જ ૧૪૦ રને સમેટાઇ ગઇ હતી. આ જીત સાથે જ યજમાન ટીમે સીરીઝ ૧-૧થી સરભર કરી લીધી છે. ચાર ટેસ્ટ મેચની સીરીઝની ત્રીજી ટેસ્ટ ૨૬ ડિસેમ્બરથી મેલબોર્નમાં રમાશે. ભારતે એડિલેડ ખાતેની પ્રથમ ટેસ્ટ ૩૧ રને જીતી હતી. નાથાન લિયોનને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.
ઓસ્ટ્રેલિયા તરફથી મિશેલ સ્ટાર્ક અને નાથન લિયોને ૩-૩ વિકેટ ઝડપી હતી. જ્યારે હેઝલવુડ અને કમિન્સે ૨-૨ વિકેટ ઝડપી હતી. પાંચમા દિવસની રમતની શરૂઆતમાં સ્ટાર્કે હનુમા વિહારીને ૨૮ રન પર આઉટ કર્યો. ત્યારબાદ પંત અને ઉમેશ યાદવે સાતમી વિકેટની ભાગીદારીમાં ૧૮ રન જાડ્યા હતાં. લાયને પંતને આઉટ કર્યા બાદ સ્ટાર્કે ઉમેશ યાદવને આઉટ કર્યો હતો.
મેચમાં કેપ્ટન વિરાટ કોહલીએ પહેલી ઈનિંગમાં ૧૨૩ રન બનાવ્યા હતા. તેની ઓસ્ટ્રેલિયામાં આ છઠ્ઠી સદી છે. વિરાટે જ્યારે પણ સદી લગાવી છે ત્યારે ટીમ ઈન્ડિયા જીતી શકી નથી તેવો એક અત્યાર સુધીનો રેકોર્ડ રહ્યો છે. ચાર મેચમાં ઈન્ડિયાને હાર મળી અને બે ટેસ્ટ ડ્રો રહી હતી.
આ પહેલાં ઓસ્ટ્રેલિયાએ માર્કસ હેરિસના ૭૦ રનની મદદથી પહેલી ઈનિંગમાં ૩૨૬ રન બનાવ્યા હતા. તેના જવાબમાં ભારતે પહેલી ઈનિંગમાં ૨૮૩ રન બનાવ્યા હતા. કોહલી સિવાય અંજિકીય રહાણેએ ૫૧ રન બનાવ્યા હતા. પહેલી ઈનિંગના આધાર પર ઓસ્ટ્રેલિયાને ૪૩ રનની લીડ મળી હતી. તેણે બીજી ઈનિંગમાં ૨૪૩ રન બનાવીને ભારત સામે ૨૮૭ રનનો લક્ષ્યાંક રાખ્યો હતો. ભારત તરફથી ટેસ્ટની બીજી ઈનિંગમાં મોહમ્મદ શમીએ ૬ વિકેટ લીધી હતી.
ઉલ્લેખનીય છે કે ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો હતો. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ઇનિંગ્સમાં ૩૨૬ રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતની ટીમ પ્રથમ ઇનિંગ્સમાં ૨૮૩ રન પર ઓલઆઉટ થઇ ગઇ હતી. આમ કાંગારૂ ટીમને પ્રથમ ઇનિંગ્સના આધારે ૪૩ રનની લીડ મળી હતી. બીજી ઇનિંગમાં ઓસ્ટ્રેલિયાની ટીમ ૨૪૩ રન પર સમટાઇ હતી. ભારતને બીજી ટેસ્ટ જીતવા માટે ૨૮૭ રનનું ટારગેટ મળ્યું હતું. લક્ષ્યનો પીછો કરી રહેલી ભારતીય ટીમ ૫૬ ઓવરમાં ૧૪૦ રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી.
ભારતની બીજી ટેસ્ટ મેચમાં હારનું સૌથી મોટુ કારણ ટોપ ઓર્ડરનો ધબડકો હતો. પ્રથમ ટેસ્ટમાં ફ્લોપ થયા બાદ બીજી ટેસ્ટમાં પણ ભારતીય ઓપનર લોકેશ રાહુલ અને મુરલી વિજયને તક આપવામાં આવી હતી. જાકે, બન્ને ઇનિંગમાં આ પ્લેયર ફ્લોપ રહ્યા હતા. લોકેશ રાહુલે પ્રથમ ઇનિંગમાં ૨ જ્યારે બીજી ઇનિંગમાં ૦ રને આઉટ થયો હતો. જ્યારે મુરલી વિજય પ્રથમ ઇનિંગમાં ૦ જ્યારે બીજી ઇનિંગમાં ૨૦ રન બનાવી આઉટ થયો હતો. ચેતેશ્વર પૂજારા પણ કઇ ખાસ પ્રદર્શન કરી શક્્યો નહતો. પૂજારાએ પ્રથમ ઇનિંગમાં ૨૪ અને બીજી ઇનિંગમાં ૪ રન બનાવી આઉટ થયો હતો. લોકેશ રાહુલ અને મુરલી વિજયના પ્રદર્શનને કારણે કેપ્ટન કોહલીની પણ ટિકા થઇ હતી.
પર્થની પીચ ઉછાળ ભરી હતી ટર્ન લેતી હતી. અને ભારતે એક સ્પિનરને રમાડવાની જરૂર હતી. જાકે, વિરાટ કોહલી ૪ ફાસ્ટ બોલર સાથે મેદાનમાં ઉતર્યો હતો. મેચ બાદ જ્યારે ટીમની પસંદગીને લઇને કોહલીને પૂછવામાં આવ્યુ તો તેને કહ્યું તેને પોતાના ૪ ફાસ્ટ બોલરો પાસે સારા પ્રદર્શનની આશા હતી માટે તેને સ્પિન બોલર રવિન્દ્ર જાડેજાની પસંદગી પર વિચાર કર્યો નહતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




