ખેડૂતો દેવા માફી કરવાથી તેમની હાલત સુધરી જશે ખરા…!!?

0
11

મધ્ય પ્રદેશ, રાજસ્થાન ને છત્તીસગઢ એ ત્રણ રાજ્યોમાં સત્તા પરિવર્તન થઈ ગયું. વરસોથી જામી પડેલા ભાજપને ઉખાડી ફેંકી લોકોએ કોંગ્રેસને સત્તા સોંપી દીધી ને ત્રણેય રાજ્યોમાં સત્તા મળ્યા પછી કોંગ્રેસી મુખ્યમંત્રીઓએ પહેલું કામ ખેડૂતોનાં દેવાં માફ કરવાનું કર્યું. મધ્ય પ્રદેશમાં કમલનાથ ને છત્તીસગઢમાં ભૂપેશ બઘેલે તો તાજપોશીના કલાકોમાં જ ખેડૂતોનાં દેવાં માફ કરવાની ફાઈલ પર સહી કરીને સપાટો બોલાવી દીધો. રાજસ્થાનમાં અશોક ગેહલોત થોડા મોડા પડ્યા પણ તેમણેય બે દાડા પછી દેવાં માફ કરી દીધાં ખરાં.
કોંગ્રેસે પાંચેય રાજ્યની ચૂંટણીમાં પ્રચાર વખતે વચન આપેલું કે, પોતે સત્તામાં આવશે તો ખેડૂતોનાં દેવાં માફ કરી દેશે. ભાજપ કોંગ્રેસની મશ્કરી કરતો હતો ને કોંગ્રેસ લોકોને ઉલ્લુ બનાવે છે એવું કહેતો હતો. ભાજપના નેતા જાતજાતના આંકડા રજૂ કરીને દાવો કરતા કે, કોંગ્રેસ ગમે તે કહે પણ ખેડૂતોનાં દેવાં માફ થાય એમ જ નથી ને આ દેવાં માફ કરવા માટે કાવડિયાં કોંગ્રેસ કિયાથી લાવશે ? મજાની વાત એ છે કે, ત્રણ રાજ્યોમાં હાર પછી ભાજપના નેતાઓને દેવાં માફ કરવાના રૂપિયા કિયાથી આવશે એવા પોતાના જ સવાલનો જવાબ મળી ગયો ને તેમણેય કોંગ્રેસની નકલ કરીને દેવાં માફ કરવાનો ખેલ શરૂ કરી દીધો. શરૂઆત આસામમાં સદાનંદ સોનોવાલે કરી ને પછી ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ તેમના રસ્તે ચાલ્યા. સોનોવાલે તો કોંગ્રેસની જેમ જ બે લાખ રૂપિયા લગીની લોન સાવ માફ કરી દીધી. રૂપાણી એવી હિંમત ના બતાવી શકિયા પણ જસદણ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં ઈજ્જત દાવ પર લાગેલી છે એટલે તેમણે કંઈક તો કરવું પડે એમ હતું જ. તેમણે વચલો રસ્તો કાઢીને ગુજરાતમાં ગ્રામ્ય વિસ્તારોમાં ૬૫૦ કરોડ રૂપિયાની ખૈરાત વીજ રાહતના નામે કરી નાંખી. વીજચોરી કે બીજાં કારણસર જેમનાં વીજ જાડાણ કપાયાં હોય એવા લોકોનાં બિલ રૂપાણી સરકારે માફ કરી દીધાં. એ લોકોને નવાં વીજ કનેક્શન પણ માત્ર ૫૦૦ રૂપિયામાં આપવાની જાહેરાત પણ તેમણે કરી નાંખી. જાકે કાન આમ પકડો કે તેમ પકડો, વાત એકની એક જ છે કે ખેડૂતોને રાહત આપવી પડે છે.
હવે લોકસભાની ચૂંટણી માથે છે ત્યારે આ સિલસિલો શરૂ થઈ જ જવાનો. કોંગ્રેસે પહેલાં પંજાબમાં, પછી કર્ણાટકમાં ને હવે મધ્ય પ્રદેશ, છત્તીસગઢ ને રાજસ્થાનમાં ખેડૂતોનાં દેવાં માફ કર્યાં એટલે ભાજપના બાપનોય છૂટકો નથી ને તેમાં ભાજપની હાલત લાંબા સાથે ટૂંકો જાય ને મરે નહીં તો માંદો થાય જેવી થઈ જવાની. કોંગ્રેસ પાસે પાંચ રાજ્યો છે જ્યારે ભાજપ પાસે તો પંદર રાજ્યો છે. એ સિવાય લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈએ તો આખો દેશ છે. કોંગ્રેસની બરાબરી કરવી હોય તો ભાજપે આખા દેશમાં દેવાં માફ કરવાં પડે ને ચાર લાખ કરોડ રૂપિયાનું આંધણ કરવું પડે. ભાજપ જે સવાલ કોંગ્રેસને કરે છે એ સવાલ તેમની સામે આવીને ઉભો રહી જાય કે, આટલા બધા રૂપિયા બાપાના તબેલામાંથી લાવશો ? જાકે સવાલ ગમે તેટલા થાય પણ એ કર્યા વિના છૂટકો જ નથી.
ભાજપના નેતાઓએ જખ મારીને એ શરૂ પણ કરવું પડ્યું છે. ભાજપના નેતાઓ પડ્યા પછીય ટંગડી ઊંચી રાખવા એવી વાતો કર્યા કરે છે કે, આ રીતે દેવાં માફ કરવાં એ ઉપાય નથી. ભાજપવાળા પોતાની વડાઈ મારવા એવી વાતો પણ કરે છે કે, આ રીતે દેવાં માફ કરવાને બદલે ખેડૂતો પોતે ઊંચા આવે એવાં કામ કરવાં જાઈએ. ભાજપવાળા આ બધી હુશિયારી મારે છે પણ તેમણે અટલ બિહારી વાજપેયીના છ વર્ષના શાસનમાં ને હવે નરેન્દ્ર મોદીના સાડાચાર વર્ષના શાસનમાં ખેડૂતો માટે કાંઈ કર્યું નથી. તેની વાત આપણે પછી કરીશું પણ પહેલાં ભાજપે પહેલી જે વાત કરી તેની વાત કરી લઈએ.
ખેડૂતોનાં દેવાં માફ કરવાં એ કાયમી ઉકેલ નથી જ એવી ભાજપની વાત સો ટકા સાચી છે ને તેના બદલે એવાં પગલાં લેવાં જ જાઈએ કે, જેનાથી ખેડૂતોની તકલીફો કાયમ માટે દૂર થાય. એ માટે ઝાઝું કશું કરવાનું નથી ને ત્રણ નક્કર પગલાં ભરવાં પડે. વામને બલિ રાજાને પાઠ ભણાવવા ભરેલાં ત્રણ ડગલાં જેવાં ત્રણ કદમ ઉઠાવવાં પડે. પહેલું પગલું ખેડૂતોને બારે મહિના સસ્તામાં સિંચાઈનું પાણી મળી રહે એવી ગોઠવણ કરવાનું છે. બીજું પગલું ખેડૂતોને તેમના ઉત્પાદનના યોગ્ય ભાવ મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવાનું છે ને ત્રીજું પગલું ખેત પેદાશોના ભાવસ્થિર રહે એ માટે ચાબુક ચલાવવાનું છે. કમનસીબી એ છે કે, આપણા શાસકો આઝાદીનાં સિત્તેર વરસમાં આ ત્રણ કામ પણ ના કરી શક્્યા ને તેમાં મોકાણ મંડાઈ છે.
ભાજપવાળા જવાહરલાલ નહેરુને ગાળો આપે છે ને તેમણે કશું ના કર્યું તેવી રેકર્ડ વગાડ્યા કરે છે. વાસ્તવમાં જવાહરલાલ નહેરુ મહાન વિઝનરી હતા. ભારત ખેતીપ્રધાન દેશ છે તેથી ભારતમાં સિચાઈની વ્યવસ્થા કરવી પડે એ સમજેલા નહેરુએ દેશના ચાર ખૂણામાં ચાર મોટા બંધ બનાવડાવ્યા. તેના કારણે સિંચાઈની સમસ્યા ઘણી હળવી થઈ ગઈ. એ પછીના વડા પ્રધાનોએ નહેરુના કામને આગળ ધપાવીને બીજા તબક્કામાં સ્થાનિક સ્તરે નાના નાના બંધો ને ખાસ તો વરસાદી પાણીનો સંગ્રહ થાય તેવી વ્યવસ્થા ગોઠવવાની જરૂર હતી. કમનસીબે એવું કશું થયું નહીં ને આજેય આપણે ત્યાં વરસાદનું પાણી વેડફાઈ જ જાય છે. વાજપેયી મોટી નદીઓનાં પાણી નાની નદીઓમાં વાળવા રિવર લિંક યોજના લાવ્યા પણ એ કાગળ પર જ રહી ગઈ. હવે પછી દેશમાં જળસંચય માટે વિશાળ અભિયાન છેડાય તો આ સમસ્યા ઉકેલાય ને એ સૌથી પહેલાં કરવાની જરૂર છે.
બીજું કદમ ખેડૂતોને તેમનાં ઉત્પાદનોના સરખા ભાવ મળે તેના છે. મોદી સરકારે સત્તામાં આવવા માટે વચન આપેલું કે, અમે સ્વામીનાથન પંચની ભલામણોનો અમલ કરીને ખેડૂતને તેના ઉત્પાદન પર ૫૦ ટકા નફો મળે એ રીતે લઘુતમ ટેકાના ભાવ જાહેર કરવાની પદ્ધતિ અપનાવીશું. પ્રોફેસર એમ.એસ. સ્વામીનાથનને દેશમાં હરિયાળી ક્રાંતિના જનક માનવામાં આવે છે. ભારતને ખાદ્યાન્ન ઉત્પાદનમાં સ્વનિર્ભર કરવાનું કામ નોર્મન બોર્લોગે કર્યું પણ તેમને ભારત લઈ આવવાનું પુણ્યકાર્ય સ્વામીનાથને કરેલું. સ્વામીનાથને હરિયાળી ક્રાંતિને વેગ આપી ભારતને અન્ન ઉત્પાદનમાં સ્વાવલંબી બનાવ્યું. તેમના અધ્યક્ષસ્થાને મનમોહનસિંહ સરકારે ૨૦૦૪માં નેશનલ કમિશન ઓન ફા‹મગ બનાવેલું. આ રાષ્ટ્રીય ખેડૂત આયોગે આૅક્ટોબર ૨૦૦૬માં રિપોર્ટ આપ્યો તેમાં ભલામણ હતી કે, ખેડૂતને પાકની ઉત્પાદન કિંમતથી ૫૦ ટકા વધારે રકમ મળવી જાઈએ. મતલબ કે, ખેડૂતને એક કિવન્ટલ ઘઉં પકવવામાં બિયારણ, સિંચાઈ, ખાતર, મજૂરી ને બીજા જે પણ ખર્ચા થયા હોય તે મળીને ૨૦૦૦ રૂપિયાનો ખર્ચ થયો હોય તો તેને ઘઉંને ૩૦૦૦ રૂપિયો પ્રતિ કિવન્ટલ ઓછામાં ઓછા મળવા જાઈએ. આ ભલામણ એકદમ વાજબી છે પણ ના તો કોંગ્રેસ સરકારે તેનો અમલ કર્યો કે ના તો અત્યારની મોદી સરકાર તેનો અમલ કરવા તૈયાર છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY