લઘુશંકા કરવા આવેલા યુવાનને રોકતા સંઘના કાર્યકર પર હુમલો

0
27

અમદાવાદ,તા.૨૩
ખોખરામાં આરએસએસના કાર્યકર પર હુમલો થયો છે. જાગણી માતાજીના મંદિર સામે આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના બગીચામાં સંઘની શાખાની કામગીરી ચાલી રહી હતી ત્યારે હિમાલય ગોસ્વામી પર ૧૦થી વધુ લોકો હુમલો કરી ફરાર થઈ ગયા હતા.
શાખાની કામગીરી દરમ્યાન લઘુશંકા કરવા આવેલા યુવાનને રોકતા તે યુવાન બીજા ૧૦થી વધુ યુવાનો બોલાવી લાકડી-પાઈપથી હુમલો કર્યો હતો. જેમાં હિમાલય ગોસ્વામીને ગંભીર ઈજા પહોંચતા એલ.જી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
આ હુમલાના સમાચાર મળતા અમદાવાદના સાંસદ કિરીટ સોલંકી સહિત આરએસએસના હોદ્દેદારો અને ભાજપના અગ્રણીઓ ખબર અંતર પૂછવા માટે હોસ્પિટલ પહોંચ્યા હતા. આ અંગે ખોખરા પોલીસે ગુનો નોંધી હુમલાખોરોને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY