દાનમાં આવતી ૫૦,૧૦૦ની નોટો આપવાને બહાને ૫૦ લાખની છેતરપિંડી,બેની ધરપકડ

0
5

મુંબઈ,તા.૨૩
રૂ. ૫૦, ૧૦૦ની નોટો સામે ૫૦૦-૨૦૦૦ ની નોટો બદલી આપવા કમિશનના બહાને ઈન્દોરના બિલ્ડર સાથે રૂ.૫૦ લાખની છેતરપિંડી કરનાર બે આરોપીની સાણંદ પોલીસે ધરપકડ કરી છે. અમદાવાદના આશારામ આશ્રમમાં દાનમાં આવતી ૧૦,૨૦,૫૦, ૧૦૦ની નોટો સામે રૂ. ૫૦૦-૨૦૦૦ની નોટો લઈ તેઓ બિલ્ડરને કમિશન આપવાનું કહ્યું હતું.
ઈન્દોરના બિલ્ડર વિવેક તિવારીને ઇન્દોરમાં જ રહેતી પલ્લવી જાષી નામની મહિલા મળી હતી. પલ્લવીએ પોતે ઈન્દોરના એસડીએમની પી.એ હોવાનું કહી અમદાવાદના આશારામ આશ્રમમાં દાનમાં આવતી ૧૦,૨૦,૫૦, ૧૦૦ની નોટો સામે રૂ. ૫૦૦-૨૦૦૦ની નોટો લઈ તેઓ ૧૦ ટકા કમિશન આપશે તેવું બિલ્ડરને કહ્યું હતું.
બિલ્ડરે કમિશનની લાલચમાં અમદાવાદ આવ્યો હતો. પલ્લવી જાષીએ સરખેજ પાસે આવેલી એક હોટલ નજીક મળવા બોલાવ્યા હતા. જ્યાં એક ઓડી ગાડીમાં બે શખ્સ આવ્યા હતા. બંને શખ્સોએ ૧૦૦-૫૦ની નોટો આપી હતી સામે બિલ્ડરે તેઓને પાંચ લાખની ૫૦૦-૨૦૦૦ની નોટ આપી હતી. જેમાં તેને ૧૦ ટકા લેખે ૫૦ હજાર આપ્યા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY