બનાસકાંઠા,તા.૨૪
પશુપાલન સાથે સંકળાયેલા ખેડૂતોને વર્તમાન સમયમાં ડેરીઓના બેવડા માપદંડને કારણે નુકસાન વેઠવું પડી રહ્યું છે. જેથી ખેડૂતો દુધના ભાવમાં વધારો કરવાની માગ કરી રહ્યાં છે તો ગૃહિણીઓ દુધના ભાવમાં ઘટાડો કરવાની માગ કરી રહ્યાં છે.
ખેડૂતો ખેતીની સાથે સાથે પશુપાલનના વ્યવસાયમાંથી પણ આર્થિક ઉપાર્જન મેળવે છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી ડેરીઓ દ્વારા ફેટના ભાવોમાં વારંવાર ઘટાડો કરવામાં આવી રહ્યો છે. જેના કારણે પશુપાલન વ્યવસાય કરતા ખેડૂતોને વ્યાપક નુકસાન વેઠવું પડી રહ્યું છે. ત્યારે પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા ખેડૂતો ફેટના ભાવમાં વધારો કરવાની માગ કરી રહ્યાં છે.
એક તરફ ડેરી દ્વારા ખેડૂતોને ફેટના ઓછા ભાવ આપવામાં આવી રહ્યા છે તો બીજી તરફ દૂધના ભાવમાં પણ સતત વધારો કરવામાં આવી રહ્યો છે. દૂધના ભાવમાં થઇ રહેલા વધારાને પગલે ગૃહિણીઓ પણ પરેશાન થઈ ઊઠી છે. જેથી ગૃહિણીઓ પણ દુધના ભાવોમાં ઘટાડો કરવાની માગ કરી રહી છે. ડેરીઓ દ્વારા ચલાવવામાં આવી રહેલી ઉઘાડી લૂંટને લઇ ડેરીઓના બેવડા માપદંડો ખુલ્લા પડી રહ્યા છે. ડેરીઓના માપદંડો પશુપાલકોને આર્થિક નુકસાન પહોંચાડી રહ્યા છે તો સામાન્ય જનતા પર વધારાનો બોજ નાખી રહ્યા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



