ઓહો! ચીનમાં વિશ્વની પહેલી ડ્રાઇવર વગરની ‘બુલેટ ટ્રેન’ દોડશે

0
8

ટ્રેનની ઝડપ ૩૫૦ કિલોમીટર પ્રતિ કલાક હશે
બીજિંગ,તા.૫
વિશ્વમાં પ્રથમ વખત ચીનમાં ડ્રાઇવર વગરની બુલેટ ટ્રેન દોડશે અને તેની ઝડપ ૩૫૦ કિલોમીટર પ્રતિ કલાક હશે. આ ટ્રેન બીજિંગ અને ઝાંગ્જીકાઉ વચ્ચે દોડાવવામાં આવશે. ચાઇના એકેડેમી ઓફ રેલ્વે સાસન્યીસે જણાવ્યું કે, આ બુલેટ ટ્રેન ડ્રાઇવર વગર દોડશે. રેલ્વે સ્ટેશન પરથી એની મેળે જ ઉપડશે અને બે રેલ્વે સ્ટેશન વચ્ચે એની મેળે ચાલશે અને તેના ટાઇમ ટેબલ પ્રમાણે ચાલશે.
ડ્રાઇવર વગરની બુલેટ ટ્રેનની ટ્રાયલ ગયા વર્ષે લેવાઇ ચૂકી છે. ૨૦૧૮નાં વર્ષમાં ચાઇના રેલ કોર્પોરેશન દ્વારા બીજિંગ અને સાંઘાઇ વચ્ચે આ ટ્રેનનો ટ્રાયલ રન લેવામાં આવ્યો હતો. હાલમાં જે ટ્રાયલ લેવામાં આવી તેમાં આ ડ્રાઇવર વગરની ટ્રેન ૨૦૦ કિલોમીટર પ્રતિકલાક દોડે છે. પણ આગામી સમયમાં તેની સ્પીડ વધીને પ્રતિકલાક ૩૫૦ કિલોમીટર પ્રતિ કલાક થઇ શકશે.
ચીન એવુ આયોજન કરી રહ્યું છે કે, આગામી સમયમાં મોટાભાગની ટ્રેનો ડ્રાઇવર વગર ચાલે અને પેસેન્જરોની સલામતી પણ વધે. ઓટોમેટિક ટ્રેનથી માણસોની સલામતી વધશે અને વધારે ટેકનોલોજીનો ઉપયોગ થશે. સ્પીડ વધશે. વિકાસ થશે.
જો કે, ડ્રાઇવર વગરની ટ્રેનમાં શરૂઆતનાં સમયમાં એક માણસને રાખવામાં આવશે જે સમગ્ર ટેકનોલોજીનું નિરીક્ષણ કરશે. જેથી કરીને એ જાઇ શકાય કે, કંઇ દુર્ઘટના ન બને.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY