ભરૂચ-મોરબી,તા.૫
ગુજરાત રાજ્યમાં શનિવારે જુદી જુદી જગ્યાએ અકસ્મતાની સાત ઘટનાઓ બની છે. જેમાં એક વ્યકિતએ પોતાના જીવ ગુમાવ્યો છે જ્યારે અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે. મળતી માહિતી પ્રમાણે જામનગર, પાટણ, આણંદ, ડીસા, ભરૂચ અને મોરબીમાં માર્ગ અકસ્માતની ઘટનાઓ બની છે.
દ્વારકા પાસે જામનગર-ખંભાળિયા હાઇવે ઉપર પ્રવાસની બસને અકસ્માત નડ્યો હતો. ઝાકળના કારણે બંધ ટેમ્પા પાછલ પ્રવાસી બસ અથડાતા અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી પ્રમાણે ખંભાળિયાનીસાંદિપની સ્કૂલના બાળકોને લઇને જતી બસને અકસ્માત નડ્યો હતો.
પાટણના સરસ્વતીના રખાવ ગામે શાળાએ જતી ૨ વિદ્યાર્થિનીઓને બાઇક ચાલકે અડફેટે લીધી હતી. જેના પગેલ વિદ્યાર્થિનીઓ ઇજાગ્રસ્ત થતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઇ હતી. અકસ્માતના પગલે સ્થાનિક લોકોમાં રોષ ફેલાયો હતો.
આણંદના ઉમરેઠના બેચરી નહેરમાં બાઇક ખાબકિયું હતું. જેના પગલે ચાકલનો કોઇ અત્તોપત્તો નથી. ઉમરેઠ પોલીસ સ્થળ ઉપર પહોંચીનેઆગળની કાર્યવાહી હાથધરી હતી.
બનાસકાંઠા જિલ્લાના ડીસાના સદરપુર નજીક શ્વાનને બચાવવા જતાં છકડો પલટી ખાઇ જતા અકસ્માત થયો હતો. છકડામાંસવાર એક મહિલાનું સ્થળ ઉપર મોત નીપજ્યું હતું. જ્યારે પાંચ લોકોને ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્તોને સાવરા માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
ભરૂચના અંકલેશ્વરના પીરામણ ગામ નજીક આવેલા રેલવેના અંડર બ્રિજમાં કન્ટેરન ઘુસી જતાં બ્રિજની એન્ગલ તૂટી ગઇ હતી. જાકે, ઘટનામાં કોઇ જાનહાની પહોંચી ન્હોતી
વાત કરીએ મોરબીની તો ટંકારાના લજાઇ ચોકડી પાસે ત્રિપલ અકસ્મત સર્જાયોહતો. જેમાં ટ્રક ટેન્કર અને કન્ટેનર ધડાકા ભેર અથડાયા હતા. અકસ્માતનો અવાજ સાંભળી આજુબાજુના લોકો સ્થળ ઉપર દોડી આવ્યા હતા. અકસ્માતથી ટ્રાફિકજાન સર્જાયોહતો. જાકે, ઘટનામાં કોઇ જાનહાનિ પહોંચી ન્હોતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





