કતારગામ દરવાજા પાસે મુસાફરો વગર દોડતી સિટી બસમાં આગ

0
8

ફાયર બિગ્રેડ પહોચે તે પહેલાં આખી બસ ભડભડ સળગી ગઈ
સુરત, તા.૫
આજે વહેલી સવારે કતારગામ દરવાજા પાસેથી પસાર થઈ રહેલી સિટી બસમાં અચાનક આગ લાગતા આખી બસ સંપૂર્ણપણે બળી ગઈ હતી. બસમાં એક પણ પેસેન્જર ન હતો. બસ ચાલકનો બચાવ થયો હતો.
ફાયર વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે સવારે ૬ વાગ્યાના સુમારે કતારગામ દરવાજા પાસે બ્લ્યુ કલરની સિટી બસમાં અચાનક આગ લાગી હતી. કતારગામ કુબેરનગર ખાતે રહેતા નિરવ પ્રજાપતિ આજે વહેલી સવારે મહેમાનોને રિસિવ કરવા માટે બાઈક ઉપર જતા હતા ત્યારે રોડ પરથી પસાર થતી બ્લ્યુ રંગની સિટી બસના નીચેથી તણખલા ઉડતા જાઇ બાઈક ઝડપથી દોડાવી બસને ઓવર ટેક કરી ચાલકને બસ થોભાવા જણાવ્યું હતું. જાત જાતામાં લોકોની ભીડ પણ ભેગા થઈ હતી. ચાલકે બસને રસ્તાની બાજુએ મૂકી ફાયર વિભાગને જાણ કરી હતી. બસમાં એક પણ મુસાફર ન હતો. બસ ચાલક બસ ડેપોથી નિર્ધારિત બસ સ્ટેશન ઉપર ખાલી બસ લઈ જઈ રહ્ના હતો. ફાયરની ટીમ પહોîચેï તે પહેલાં જાત જાતામાં આખી બસ સળગી ગઈ હતી. આગથી બસને સંપૂર્ણ નુકસાન થયું છે. બસમાં કોઇ મુસાફર ન હોવાથી અને ચાલક પણ સમયસર ઉતરી ગયો હોવાથી કોઇપણ પ્રકારની જાનહાનિ થઈ ન હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY