મિડિયા રિપોર્ટસ્‌ ખોટા, નજીકના ભવિષ્યમાં પાછો નહિ આવું : રિશિ કપૂર

0
7

મુંબઈ,તા.૮
સિનિયર અભિનેતા રિશિ કપૂરે એવી સ્પષ્ટતા કરી હતી કે નજીકના ભવિષ્યમાં હું સ્વદેશ પાછો ફરવાનો નથી. અતિ ઉત્સાહી મિડિયાએ આ અંગે પ્રગટ કરેલા રિપોટ્‌સ કાલ્પનિક છે.
ગુરુવારે એવા અહેવાલો પ્રગટ થયા હતા કે માર્ચની આખર સુધીમાં રિશિ કપૂર ભારત પાછા ફરશે અને રણબીર કપૂર તેમ જ આલિયા ભટ્ટનાં લગ્નની તારીખ જાહેર કરશે.
એના સંદર્ભમાં રિશિ કપૂરનો સંપર્ક સાધવામાં આવતાં તેમણે આ અહેવાલોને હસી કાઢ્યા હતા. છેલ્લા સાત આઠ મહિનાથી રિશિ ન્યૂયોર્કમાં સારવાર લઇ રહ્યા છે. સમર્થનવિહોણા અહેવાલ મુજબ રિશિ કપૂર કેન્સરની સારવાર લઇ રહ્યા છે.
રિશિની નિકટનાં સૂત્રોએ કહ્યું કે રિશિ તેમને અપાઇ રહેલી સારવારનો સારો પ્રતિસાદ આપી રહ્યા છે. આ સારવાર સારો એવો લાંબો સમય ચાલે એવી શક્યતા છે એટલે હાલના તબક્કે રિશિ સ્વદેશ પાછાં ફરે એવી કોઇ શક્્યતા નથી. આમ તો રિશિ ઘરઘેલા છે પરંતુ ડાક્ટરો રજા ન આપે ત્યાં સુધી એ સ્વદેશ પાછાં ફરી શકે એવી કોઇ શક્્યતા નથી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY