સુરતની ફાયનાન્સરની બંધ ઓફિસમાં યુવકે ફાંસો ખાઈ લેતા ચકચાર

0
18

સુરત,
તા.૨૯/૦૩/૨૦૧૮

યોગી ચોક વિસ્તારમાં આવેલા પેલેડિયમ શોપિંગમાં આવેલી ફાયનાન્સરની ઓફિસમાં એક યુવકે આપઘાત કરી લીધો હતો. યુવકે કાપડના ટુકડાને એકઠા કરી પંખા સાથે લટકીને આપઘાત કરી લીધો હતો. બંધ ઓફિસને આસપાસના દુકાનદારોએ લોક તોડીને પોલીસને જાણ કરી હતી. હાલ પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ શરૂ કરી છે.

યોગીચોકમાં આવેલા પેલેડિયમ શોપિંગ સેન્ટરની દુકાન નંબર ૧૧૦૨માં ફાયનાન્સરની બંધ ઓફિસમાં પારસ મનુભાઈ જાધાણી (ઉ.વ.આ.૨૨) રહે. નારાયણ નંગર નાકોડા સ્કૂલની પાછળ યોગીચોકે આપઘાત કરી લીધો હતો. યુવકે કાપડના ટુકડા બાંધીને પંખા સાથે લટકી આપઘાત કરી લીધો હતો. લોકોને આ અંગે જાણ થતાં તેમણે બંધ ઓફિસનો દરવાજા લોકો તોડીને અંદર પ્રવેશ્યા હતાં. બાદમાં યુવકના આપઘાત અંગે સરથાણા પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી યુવકના મૃતદેહને ઉતારી પીએમ માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડ્યો હતો. બીજી તરફ પોલીસે આપઘાતના કારણો અંગે વધુ તપાસ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY