અમદાવાદ,
તા.૨૯/૦૩/૨૦૧૮
પીજી તરીકે રહેતી યુવતીઓ સાવધાન…..
શહેરના ચાંદખેડા વિસ્તારમાં મકાન માલિકની વિકૃત્તિ સામે શિક્ષિકાએ ફરિયાદ દાખલ કરી છે. ચાંદખેડા વિસ્તારમાં બહેનપણી સાથે ભાડેથી રહેતી ૨૫ વર્ષીય શિક્ષિકાને નગ્ન જાવા માટે મકાન માલિકે બાથરૂમમાં સ્પાઇ કેમેરો ગોઠવ્યો હોવાનું સામે આવ્યું હતું. મકાન માલિક આધેડે જ ભાડુઆત શિક્ષિકાના બાથરૂમમાં વાયરલેસ સ્પાઇ કેમેરો ગોઠવ્યો હોવાનો ઉલ્લેખ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.
મળતી માહિતી પ્રમાણે, ૫૬ વર્ષીય આધેડ મકાન માલિક ઘણા લાંબા સમયથી શિક્ષિકા અને તેની બહેનપણીને ગંદી નજરથી જાતો હતો. પરંતુ હદ તો ત્યારે થઇ જ્યારે આ વિકૃત આધેડે શિક્ષિકા અને તેની બહેનપણીને નગ્ન જાવા માટે બાથરૂમમાં વાયરલેસ સ્પાઇ કેમેરો ગોઠવ્યો હતો. આ વાતની જાણ થતાં બન્ને યુવતીઓએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં મકાન માલિક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"