નદીઓને જોડવાથી પાણીની તંગી ઘટાડી શકાય છેઃ પીએમ મોદી

0
51

ન્યુ દિલ્હી,
તા.૩૧/૦૩/૨૦૧૮

સ્માર્ટ ઇન્ડિયા હેકાથોનમાં વિદ્યાર્થીઓ સાથેના વિડિયો કોન્ફરન્સમાં વડાપ્રધાને જણાવ્યું

દેશની નદીઓને જાડવાની બાબત પર ભાર મૂકતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે નદીઓને જાડવાથી જે વિસ્તારમાં પાણીની અછત હોય છે તેને ઘટાડી શકાય છે તેમજ તેનું અસંતુલન ઓછું કરી શકાય છે.

સ્માર્ટ ઈન્ડયા હેકાથોનમાં વિદ્યાર્થીઓ સાથેના વીડિયો કોન્ફરન્સ પરિસંવાદમાં વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું કે વિશ્વની ૧૭ ટકા વસતિ ભારતમાં છે પણ દેશમાં વિશ્વના ચાર ટકા જેટલું જ પાણી છે. તે રીતે આપણા દેશની જનતા માટે પાણીનો સ્ટોક ઘણો ઓછો છે. દેશમાં કેટલાક એવા વિસ્તાર છે કે જ્યાં પૂર આવે છે તો બીજી તરફ કેટલાક એવા પણ વિસ્તાર છે કે જ્યાં નદીઓ સુકાઈ જાય છે ત્યારે આવી સ્થતિમાં જા નદીઓને જાડવામાં આવે તો આવી સમસ્યાનો ઉકેલ આવી શકે તેમ છે. સરકાર પણ નદીઓને જાડવાની બાબતને મહત્વ આપી રહી છે અને તેમાં એક દિવસ સરકારને સફળતા મળશે.

દેશનાં વિવિધ રાજ્યમાંથી એકત્ર થયેલા એક લાખથી વધુ વિદ્યાર્થીઓને વીડિયો કોન્ફરન્સંગથી સંબોધતાં મોદીએ જણાવ્યું હતું કે કોઈ પણ વ્યકિતને વિશ્વનું તમામ જ્ઞાન નથી હોતું. તે રીતે આ બાબત સરકારને પણ લાગુ પડે છે. સરકાર મોટી ભૂલ એવી કરે છે કે તેને લાગે છે કે તે જ મોટું પરિવર્તન લાવી શકે છે. તેમણે વધુમાં જણાવ્યું કે સમસ્યાનું કારણ જાણવું ખૂબ જરૂરી છે અને તેનો ઉકેલ લાવવો જરૂરી છે. આ એક સતત પ્રકિયા છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે આઈપીપીપીનો અર્થ ઈનોવેટ, પેટન્ટ, પ્રોડ્યૂસ અને પ્રોસ્પર થાય છે. તેથી આપણે શોધ કરવી જાઈએ અને બાદમાં તેની પેટન્ટ કરાવી તેનું ઉત્પાદન સરળ બનાવવું જાઈએ. ત્યારબાદ જ તેને લોકો સુધી પહોંચાડવું જાઈએ.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY