ન્યુ દિલ્હી,તા.૨૧
ટીમ ઈન્ડિયાના પૂર્વ ખેલાડી મનોજ પ્રભાકરની પત્ની અને ૯૦ના દાયકાની બોલીવુડ અભિનેત્રી ફરહીન પ્રભાકર દિલ્હીના સાકેત મોલ પાસે લૂંટનો શિકાર બની છે. શનિવારે સવારે ૧૧ વાગ્યાના અરસામાં આ ઘટના ઘટી હતી. ફરહીન પોતાની કારમાં હતી ત્યારે આ ઘટના ઘટી હતી. કેટલાક બદમાશોએ કારને ઠોકતાં તેણી બહાર આવતાં આ શખ્સો પૈકીનો એક શખ્સ પર્સ અને મોબાઇલ લઇ ભાગી ગયો હતો.
આ અંગે તેણીએ પોલીસ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસે સીસીટીવી રેકોર્ડીંગની મદદથી તપાસ હાથ ધરી છે. પોલીસનું કહેવું છે કે લૂંટની ઘટના અંગેની કડીઓ મળી છે અને ગણતરીના સમયમાં લુટારૂઓને ઝડપી લેવાશે.
ફરહીન પ્રભાકર સવારે અંદાજે ૧૧ઃ૪૦ વાગ્યાના અરસામાં કારથી સલેક્ટ સિટી મોલ તરફ આવી રહ્યા હતા. મેક્સ હોસ્પિટલની સામે પ્રેસ એનક્લેવ રોડ પર કેટલાક યુવકોએ એમની ગાડીને ઠોકી, ફરહીને જ્યારે કાર ઉભી રાખી અને બહાર આવી હતો આ યુવકોએ એમના માથે મુક્કા માર્યા અને હાથમાં રહેલ બેગ અને મોબાઇલ લઇ ભાગી ગયા હતા. ફરહીને આ શખ્સોનો પીછો કરવા પ્રયાસ કર્યો પરંતુ અસ્થમાને લીધે તેણી લાંબુ દોડી શકી ન હતી અને રસ્તામાં પડી ગયા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




