હિંમતનગર,તા.૨૩
હિંમતનગર શહેરમાંથી બે સ્પોર્ટ બાઇક ચાલકોને બાતમી આધારે અટકાવતી તપાસ હાથ ધરતાં બંને સ્પોર્ટ બાઇક ચોરીના હોવાનુ ખુલ્યુ હતુ. તો વળી બંને બાઇક ચાલકોએ પચ્ચીસ જેટલા ચેઇન સ્નેચીંગ અને લુંટ સહિતના ગુન્હાઓ આચર્યા હોવાનુ ખુલ્યુ છે. આ શખ્સો બાઈકનું લોક તોડી ચોરેલી બાઈકનો લુંટ અને ચેઈન સ્નેચિંગના ગુનામાં ઉપયોગ કરતા હતા.
સાબરકાંઠા જીલ્લામાં બાઇક ચોરી અને ચેઇન સ્નેચીંગ એ જાણે કે માઝા મુકી છે અને જીલ્લામાં બાઇક ચોરીએ રોજબરોજ હવે સામાન્ય બની ગઇ છે. કારણ કે જીલ્લામાં હવે રોજ બરોજ આવા ગુન્હા વધી રહ્યા છે આ દરમ્યાન જ પોલીસને એક બાતમી મળતા એ માટે તપાસ હાથ ધરતા બાતમી મુજબના બે બાઇક સાથે હિંમતનગર શહેરમાં મોતીપુરા વિસ્તારના રસ્તાથી આવતા હતા. દરમિયાન પોલીસે તેમને અટકાવી પુછપરછ કરતા એ તેમની પાસે રહેલા બંને ચમચમાતા સ્પોટ્ર્સ બાઇક ચોરી કરેલા હોવાનુ જણાઇ આવ્યુ હતુ અને જેને લઇને બંને આરોપીઓની પુછપરછ હાથ ધરતાં બંને શખ્શો ચોરીના સ્પોર્ટસ બાઇક દ્રારા ચેઇન સ્નેચીંગ અને લુંટના ગુન્હાઓ આચરતા હોવાનુ સામે આવ્યુ હતુ.
આરોપી પ્રહલાદ ઉર્ફે ભટલો ખરાડી પાસેથી સોનાની ત્રણ ચેઇનો તુટેલી હાલતમા તથા રાહુલ ઉર્ફે આરીફ અંસારી પાસેથી સોનાની એક ચેઇન તુટેલી હાલતમાં મળી આવી હતી. જાકે પોલીસને હજુ પણ અનેક ગુન્હાઓનો ઉકેલ આવવાની શકીયતાઓને લઇને વધુ તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




