‘ફોટોગ્રાફ’ ૮મી માર્ચે રજૂ થશે

0
1

મુંબઈ,તા.૨૩
ફિલ્મ સર્જક રિતેશ બાત્રાની મહત્વાકાંક્ષી ફિલ્મ ફોટોગ્રાફનું પ્રથમ પોસ્ટર અને ટીઝર મંગળવારે રજૂ કરતાં ઔપચારિક જાહેરાત ફિલ્મ સર્જક તરફથી કરવામાં આવી હતી કે ફિલ્મ માર્ટની આઠમીએ રજૂ કરાશે.
ફિલ્મ સર્જકે તૈયાર કરાવેલા પોસ્ટરમાં એક સૂમસામ સડક પરથી નવાઝુદ્દીન અને સાન્યા જઇ રહેલાં દેખાય છે. ટેગલાઇન તરીકે લખવામાં આવ્યું છે,’એક ફોટોગ્રાફ દ્વારા આ બધાંનો આરંભ થયો હતો…’
સોશ્યલ મિડિયા પર આ ટીઝર પોસ્ટર રજૂ કરતાં રિતેશ બાત્રાએ લખ્યું હતું કે કથાનો આરંભ થાય છે… ફિલ્મ ફોટોગ્રાફ માર્ચની આઠમીએ રજૂ થશે…ફોટોગ્રાફએમેઝોન… નવાઝુદ્દીન સિદ્દીકી અને સાન્યા મલ્હોત્રા…
આ ફિલ્મમાં સાન્યા ભણવામાં ટોચ પર હોય અને સ્વભાવે અંતર્મુખ હોય એવી એક કાલેજ ગર્લનો રોલ કરી રહી છે. અગાઉ આ સ્થળેથી અમે તમને જણાવી ગયા હતા કે આ ફિલ્મને બર્લિન ઇન્ટરનેશનળ પિલ્મ્સ ફેસ્ટિવલમાં રજૂ કરવાનું આમંત્રણ મળ્યું છે.
સાથોસાથ આજથી શરૃ થતા સનડાન્સ ફિલ્મ્સ ફેસ્ટિવલમાં એનો પ્રીમિયર થવાનો છે એ સમાચાર પણ આ સ્થળેથી તમને જણાવ્યા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY