કોસાડથી યુનિવર્સિટી સુધી વધુ એક રૂટ પર સીટી બસ દોડતી થઈ

0
8

સુરતમાં કુલ ૩૪ રૂટ પર સીટી બસો દોડતી થઈ
સુરત, તા.૨૭
સુરત મહાનગરપાલિકા દ્વારા જાહેર પરિવહન સેવાïના ભાગરૂપે શહેરીજનોને સુરત શહેર તથા આજુબાજુ વિસ્તારમાં બીઆરટીએસ અને સીટી બસની સુવિધા રાહત દરે પૂરી પાડવામાં આવી રહેલ છે. શહેરના નાગરિકો દ્વારા બસ સેવાનો ખૂબ જ સારા પ્રમાણમાં લાભ લેવામાં આવી રહેલ છે. જેના પરિણામે મુસાફરોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહેલ છે. હાલમાં બીઆરટીએસના કુલ ૯ કોરિડોર મળીને આશરે દૈનિક ૧,૦૫,૦૦૦ થી વધુ પેસેન્જરો તેમજ સીટી બસના કુલ ૩૪ રૂટ ઉપર આશરે દૈનિક ૧,૦૦,૦૦૦ પેસેન્જરો મળી કુલ ૨,૦૫,૦૦૦ જેટલા નાગરિકો જાહેર પરિવહન સેવાનો લાભ લઈ રહેલ છે.
જાહેર પરિવહન સેવાનો શહેરીજનો દ્વારા હાલમાં વ્યાપક પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવી રહેલ છે. જેને ધ્યાનમાં લઈ સુરત મહાનગરપાલિકા દ્વારા નવા એક રૂટ નં.૨૨૬ તા.૨૬-૧-૨૦૧૯ના રોજથી શરૂ કરવામાં આવ્યો છે. જે મુજબ રૂટ કોસાડ ગામથી વીએનએસજીયુ યુનિવર્સિટી વાયા અમરોલી ચાર રસ્તા, ગજેરા સર્કલ, એસએમસી મુખ્ય કચેરી, અઠવાગેટ, પાર્લેપોઈન્ટ એસવીએનઆઈટી અને પીપલોદ થઈ વીએનએસજીયુ યુનિવર્સિટી સુધીના વિસ્તારને આવરી લેવાયો છે. આ રૂટ શરૂ કરવાથી રૂટમાં આવનાર વિસ્તારના લોકોને તેમજ કોસાડ ગામ ગામ રહેવાસીઅોને વીએનએસજીયુ યુનિવર્સિટી સુધી સીટી બસ સેવાનો લાભ ઉપલબ્ધ બન્યો છે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY