વ્હોરા સમાજ તથા અરેબિક યુનિવર્સિટી દ્વારા તાપી નદી તટે સ્વચ્છતા અભિયાન

0
25

૭૦માં પ્રજાસત્તાક દિન પર્વ નિમિત્તે
ધ્વજવંદન બાદ તાપી નદી શુદ્ધિકરણ ઝુંબેશ
સુરત, તા.૨૭
કેન્દ્ર સરકારના સ્વચ્છ ભારત સુંદર ભારત અભિયાન તથા ગાંધીજીના ૧૫૦ વર્ષની ઉજવણીના ભાગરૂપે તેમજ પર્યાવરણને બચાવવા તથા તેના રક્ષણ કરવાના સાર્વત્રિક સંદેશથી પ્રેરાઈને અલજામેઆ-તુસ-સૈફીયહ એરેબીક યુનિવર્સિટી દ્વારા સ્વચ્છતા અભિયાનનું આયોજન કરાયુ હતું. પ્લાસ્ટિક પ્રદૂષણથી થતાં નુકસાન વિશે લોકોમાં જાગરૂકતા લાવવા તથા સ્વચ્છતા વિશે વ્હોરા સમાજના ધર્મગુરુ ડૉ. સૈયદના આલીકદર મુફદ્દલ સૈફુદ્દીન સાહેબના ૭૫મા જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે આ ઝુંબેશ ચાલી રહી છે. સમાજના લોકોએ ધ્વજારોહણ બાદ તાપી નદીના કિનારે સાફસફાઈ પ્રક્રિયા હાથ ધરી ૭૦મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી હતી.
શહેરના ઝાંપાબજાર ખાતે દાઉદી વ્હોરા જમાત ટ્રસ્ટ દ્વારા ૨૬મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ધ્વજારોહણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં સુરતના જનાબ આમીલ સાહેબના હસ્તે સવારે ૮.૦૦ કલાકે ધ્વજારોહણ કરાયુ હતું. જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્ના હતાં. નાનપુરા સ્થિત ઝૈની બંગ્લા ખાતે સવારે ૮.૩૦ કલાકે ધ્વજારોહણ કરાયુ હતું. જ્યાં અલજામેઆ-તુસ-સૈફીયાહના ઉસ્તાદો તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્ના હતાં.
સમુદાયની ઉચ્ચ શૈક્ષણિક સંસ્થા અલજામેઆ-તુસ-સૈફીયાહના વિદ્યાર્થીઓની આગેવાની હેઠળ આ કાર્યક્રમ ધ્વજવંદનના બાદ શરૂ કરાયો હતો અને અંદાજે બે કલાક સુધી સફાઈ કામગીરી હાથ ધરાઈ હતી. આ પ્રકારની પ્રવૃત્તિમાં અમારા વિદ્યાર્થીઓને સામેલ કરવું એ તેમની શિક્ષણનો એક આવશ્યક ભાગ હોવાનું અલજામેઆ-તુસ-સૈફીયહના પીઆરઓએ જણાવ્યુ હતું.
સ્વચ્છતા અભિયાનના આ કાર્યક્રમમાં જનાબ આમીલ સાહેબ સાથે સુરતના અલજામેઆ-તુસ-સૈફીયહના ઉસ્તાદો, ૧૫૦ જેટલા વિદ્યાર્થીઓ, જમાઅત કમિટીના સભ્યો, સમાજની નજાફત કમિટીના સભ્યો તેમજ સ્થાનિક લોકો પણ જાડાયા હતાં. આ અવસરે સ્વચ્છતા અભિયાનમાં જાડાયેલા સમાજના એક અગ્રણીએ જણાવ્યું હતું કે દરેકને પોતાના ઘરોની સાથે મહોલ્લાઓને પણ સ્વચ્છ રાખવા જાઈએ જેથી શહેરને વધુ સ્વચ્છ અને સુંદર બનાવવા માટે ઉપયોગી નીવડી શકે. ઘરનો કચરો ગાર્બેજ કલેક્શન માટે આવતી સુરત મનપાની ગાડીઓમાં નાખવો તથા સૂકો કચરો અને ભીનો કચરો અલગ અલગ આપવો જોઈએ જેથી આ વેસ્ટનો પણ ખાતર માટે યોગ્ય ઉપયોગ કરી શકાય.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY