રાજનેતાઓના વાણિ વિલાસને રોકો હવે તો તમારા મતદારો ય શરમાય છે

0
7

સત્તામાં ભાન ભૂલીને બેફામ શબ્દ પ્રયોગ સાથે વાણિ વિલાસ કરતા નેતાઓ પ્રજાને શું સંદેશો આપવા માંગે છે તે સમજવું અઘરુ નથી પરંતુ પ્રજા સહન કરે છે કારણ કે સત્તા આગળ શાણપણ નકામું છે અને લોકોએ નજરોનજર જાવા સાથે અનુભવ્યું પણ છે એટલે લોકો તકની રાહ જાઇને બેસી રહે છે. એક તબક્કે કાર્યકર લોકો વચ્ચે કામ કરીને પોતાનું કૌશલ્ય બતાવતા અને ધીરી ગતિએ આગળ વધતા નગરપાલિકા,મહાનગરપાલિકા કે જીલ્લા પંચાયતમાં પહોંચતો ત્યાંથી આગળ વધી ધારાસભ્ય બને કે સાંસદ બને એટલે પક્ષને એક મજબૂત અને કસાયેલો સભ્ય મળે પણ ચૂંટાયા બાદ પોતે જ માલિક છે. પોતે કહે તે સાચુ એવી લઘુતાગ્રંથીમાં આવી જતાં પ્રજાને કડવા ઘૂંટડા પીવા પડે છે કારણ કે આપણા હાથના કર્યા છે. એટલે ભાગ્યે જ છુટકો એટલે સમયની રાહ જુએ છે. ચૂંટણીની રાહ જુએ અન ચૂંટણી આવતા હિસાબ સરભર કરી નાંખે છે અને પોતે બનાવેલ નેતાની શાન ઠેકાણે લાવી દે છે અને એ છે સાચો મતદાર પોતાનું મતદાન એળે ન થાય તેવી જાગૃતિ આજના ભારતના મતદાતાઓમાં આવી ગઇ છે કે જે એક હકીકત છે.
ભારતના રાજકારણમાં તો ગાંડી સાસરે જાય અને ડાહીને શીખામણ આપે એ કોઇ નવી વાત નથી રહી પણ મતદાતાઓ પણ સમજી ગયા છે કે આજનું રાજકારણ કેવા પ્રકારનું છે એટલે હવે જે તે નેતાના કે પક્ષના ચૂંટણી વચનો કેટલા અમલમાં મૂકી શકાય તેવા છે તેના લેખા-જાખાં મતદારો પોતે જ કરતા થઇ ગયા છે. કારણ અગાઉની અનેક ચૂંટણીઓમાં જે તે નેતા કે પક્ષએ ચૂંટણીમાં કરેલી વચનોની લાણીમાં ભેળવાઇને મતપેટીઓ છલકાવી દીધી હતી પરંતુ મોડે મોડે છેતરાયાનું ભાન થતુ ગયુ અને રાજકારણીઓને ચૂંટણી વોના કરેલા ટપલી દાવથી આજના ભારતના મતદારો ઘડાઇ ગયા છે. જા કે આજે પણ કેટલાક ભોળાના ભોળા મતદારો પણ છે એટલે કેટલાક નેતાઓ કે પક્ષની લાલિયાવાડી ચાલે છે પરંતુ બહુમત મતદાતા જાગૃત થઇ ગયા છે તેમજ શાણા પણ થઇ ગયા છે એટલે સમય આવતા ભલભલા રાજકીય ર્ખરખાંની ખબર લઇ નાંખે છે જે તદ્દન નગ્ન સત્ય વાત છે..!
છેલ્લા ઘણા સમયથી રાજકીય ક્ષેત્રમાં વાણી વિલાસ સાથે જૂઠ્ઠાણુ પ્રવેશી ગયું છે અને પ્રજાને નેતાઓ મૂર્ખ બનાવતા આવ્યા પરંતુ જ્યારે નાના-મોટા નેતા છેક નીચલા સ્તરના કે હલકી કક્ષાના શબ્દો જાહેરમાં વાપરે ત્યારે લોકો પણ શરમાઇ જાય છે કે આ આપણા નેતાઓ શું બોલી રહ્યા છે. કોઇ લાજ શરમ છે કે નહીં…? પરંતુ તેમના મોઢે કોઇ કહેતુ નથી કે પછી જાહેરમાં વિરોધ કરતા ડરતા હોય છે. કારણ કે આવા નેતાનો એક સમય હોય છે. અને તે મર્યાદિત હોય છે જે હલકા શબ્દો વાપરનાર સમજી શકતા નથી તે પણ એક સત્ય હકીકત છે..!
નીચલા સ્તરના વાણિ-વિલાસનો ભરપૂર ઉપયોગ ભાજપા નાના-મોટા નેતાઓ છેલ્લા ૧૫ વર્ષથી કરી રહ્યા છે જેની અસર તેના કાર્યકરો ઉપર પણ થઇ છે. પરંતુ વાણી વિલાસની શરુઆત ગુજરાતમાંથી થઇ છે. તત્કાલિક મુખ્ય મંત્રી મોદી દ્વારા કેશુભાઇ પટેલને મુખ્યમત્રી પદ પરથી હટાવ્યા બાદ આવેલ વિધાનસભા ચૂંટણીઓમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી ઉપર વ્યકિતગત આક્ષેપો કરી કોંગ્રેસને નિશાના ઉપર લીધી હતી અને પછી આ સિલસિલો ભાજપના નાના-મોટા નેતાઓ દ્વારા શરુ થઇ ગયો છે જે આજે પણ યથાવત્‌ ચાલુ રહ્યા છે. તેમાં પણ મહારાષ્ટ્રના ધારાસભ્યએ બિહાર યૂપીની મહિલાઓ માટે છેલ્લી કક્ષાના આરોપ મૂક્યો હતો જેમાં મહારાષ્ટ્રના ભાજપના ધારાસભ્યએ એવું વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું કે બિહારમાં રહેતી બિહારીઓની પત્નીઓ બિહારમાં બાળકો પેદા કરે છે અને અહીં રહેતા બિહારી મિઠાઇ વહેંમે છે કે મારા ઘરે મુન્નો પેદા થયો છે આવું કહીને બિહાર-યૂપીની મહિલાઓ પર ચારિત્ર્ય અંગે સીધો હુમલો કર્યો હતો.
તાજેતરમાં પ્રિયંકા ગાંધીને કોંગ્રેસમાં મહાસચિવનો હોદ્દો આપવા સાથે પૂર્વ યૂપીના પ્રભારી બનાવતા ભાજમાં ફફડાટ પેશી ગયો હતો. ખરેખર તો આવકારવા દાયક વાત હતી કારણ ભાજપ યુવાધનને મહ¥વ આપવાની વાતો કરે છે પણ અહીં તેને યુવાધન પ્રિયંકાનો વિરોધ કરી ભાજપની યુવાધનને મહ¥વ આપવાની વાત ખોખલી છે તે સાબિક કરી બતાવ્યુ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વંશવાદનો આક્ષેપ મૂક્યો. પરંતુ ભાજપમાં જે વંશવાદ ચાલી રહ્યો છે તેની શું તેમને ખબર નહીં હોય..? અને વડાપ્રધાન જ્યારે આવી વાત કરે ત્યારે તેમને પાછલી જીંદગીમાં એટલે કે ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારે કઇ કઇ જ્ઞાતિ
જાતિને મહત્વ્ આપ્યું હતું તે યાદ કરવું જરૂરી હતી પરંતુ પ્રજામાં એક સંદેશ ગયો કે પ્રિયંકા ગાંધીના રાજકારણમાં આવવાથી ભાજપમાં ડર પેશી ગયો છે. ટૂંકમાં ભાજપા પોતાનો નહીં પણ કોંગ્રેસનો પ્રચાર કરી રહ્યું છે. એજ રીતે ભાજપના દિલ્હી પોતાના પ્રવક્તા સંબિત પાત્રા સહિતના અનેક પ્રવક્તાઓએ બેફામ શબ્દો વાપરી વિરોધ કર્યો હતો તો મંત્રી સ્મૃતિ ઇરાની કેમ બાકી રહે. તેમને પણ મેણા ટોણા સાથે શબ્દો વાપર્યા હતા તો ગુજરાતના ભાજપના નેતા કેમ બાકી રહે..? તેમણે એટલે કે ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ સાવ હલકી કક્ષાના શબ્દો વાપરી પ્રિયંકા ગાંધી સામે ઝેર ઓક્‌યું હતું. પરંતુ શાણા મતદારો આ તમામ નેતાના શબ્દોનું આંકલન કરી રહી છે તે કોઇ નેતા સમજવા તૈયાર નથી તે સાથે સવાલ કરે છે કે ત્રણ મહત્વ ના રાજ્યો ભાજપા પાસેથી આંચકી લઇ રાહુલ ગાંધીએ પોતાનું હીર બતાવી દીધું છે. પછી તેની નેતાગીરી નિષ્ફળ કઇ રીતે કહી શકાય..?

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY