ચૂંટણીઓ નજીક છે તેમ તેમ સરકાર લોકોને ખુશ કરવા નવા નુસ્ખા કાઢશે?

0
6

વિકાસની પટરી પર ધસમસતી ટ્રેન દોડાવનાર સરકારને ગાડી ખડી પડશે તો શું થશે એવી ચિંતા સતાવે ત્યારે શું થાય? સરકાર રઘવાઈ બની જાય. પાટા ચેક કરે, વિકાસ ઍન્જિનની ચકાસણી કરે, સ્પીડ બમણી કરે કે સ્પીડને અંકુશમાં રાખે. કંઈક તો કરે, પરંતુ જે કંઈ કરે એમાં ઉતાવળ સ્પષ્ટપણે દેખાઈ આવે.
માથે ચૂંટણીના ઘેરા કાળા વાદળો ઘેરાઈ રહ્યા છે ત્યારે વિકાસ- વિકાસની બૂમરાણ મચાવીને ગાડી પૂરપાટ દોડાવી રહેલી ભાજપની હાલત પણ હાલ એવી જ છે. ચૂંટણી આડે બહુ સમય નથી. કોઈપણ ભોગે લોકો ભાજપને મત આપે એ માટેના ભરપૂર પ્રયાસો ચાલુ થઈ ગયા છે. ભાજપની બેચેની વધવાનું એક કારણ વિરોધ પક્ષો અને એમાંય જેની કલ્પના ન હતી એ કાંગ્રેસને ચાંચો- પાંખો આવી છે. કાંગ્રેસ ઊડવા લાગી છે. જેને પપ્પુમાં ખપાવી દીધા એ ‘પાપા’ બની ગયા છે. એનું કદ અચાનક વધવા માંડ્યું છે એટલે જ ભાજપના પેટમાં ફાળ પડી છે કે ન કરે નારાયણ અને કરે સત્ય નારાયણ લોકો વિકાસની વાતો વિસરીને પરાજય અપાવશે તો શું થશે. કોઈને મોઢું બતાવવા જેવું નહીં રહે! બસ, આ જ કારણ છે ભાજપના રઘવાટનું!
એટલે જ કોઈ ધર્મસ્થાન માટે ચડાવાની ‘બોલી’ બોલાય એમ કાંગ્રેસ અને ભાજપ ‘ચડાવાની બોલી’ બોલવા માંડ્યા છે. કાંગ્રેસ ખેડૂતોની લહાણી ઘોષિત કરે તો એની સામે ભાજપ સવર્ણોને માટે દસ ટકાની જાહેરાત કરાવે.
અમે ચૂંટણી જીતીશું તો આમ કરીશું, ને તેમ કરીશું. બોલવામાં શું જાય છે. ‘ફેંકતા ભી દિવાના અને ઉઠાતા ભી દિવાના.’ ‘ફેંક ભાઈ ફેંક.’
એટ્રોસિટી ઍક્ટમાં સુધારો થઈ ગયો. એટલે એ લોકો ખુશ. ભાજપ સરકારે સવર્ણોના દિલ પણ જીતી લીધા. ખેડૂતો- જગતના તાતને લહાણી. તેમના દેવામાફીની જારશોરથી ઘોષણા.
હાલ જે રાજકીય સિનારિયો જાવા મળે છે તેમાં એક વાત સ્પષ્ટપણે દેખાય છે કે કેન્દ્રમાં બેઠેલી ભાજપના નેતૃત્વ હેઠળની સરકારના મનમાં ડર પેસી ગયો છે. હિન્દીઓ જા નારાજ થયા તો કામથી ગયા એવો ભય એના મનને સંતાપી રહ્યો છે. હાલ અયોધ્યામાં રામમંદિર બાંધવાની વાતે વેગ પકડ્યો છે. ભાજપ, વિશ્ર્વ હિન્દુ પરિષદ, સંઘ પરિવાર, સાધુ-સંતો સહિતના લાખ્ખો હિન્દુઓ અયોધ્યાની એ વિવાદાસ્પદ જગ્યાએ રામમંદિર બંધાય એવું દિલથી ઈચ્છે છે.
કેન્દ્ર સરકાર હિન્દુઓને ખુશ કરવા માટે રામમંદિર બંધાય એ દિશામાં પ્રયાસો કરે છે એની સાક્ષી આપતી વાત એવી બની છે કે કેન્દ્ર સરકાર વિવાદાસ્પદ રામમંદિર- બાબરી મસ્જિદની આસપાસની ૬૭ એકર બિનવિવાદાસ્પદ જમીન તેના મૂળ માલિકોને પાછી આપવાની મંજૂરી માગતી યાચિકા સુપ્રીમ કોર્ટમાં કરી છે. લોકસભાની ચૂંટણી પહેલાનું સરકારનું આ એક મહત્વ્પૂર્ણ કામ છે. સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને કેન્દ્ર સરકારે માસ્ટર સ્ટ્રોક માર્યો છે. અયોધ્યાનો ખટલો ચાલવાનો છે ત્યારે કેન્દ્ર સરકારે દડો સુપ્રીમ કોર્ટના ફળિયામાં નાખી દીધો. હવે આ મુદ્દે ચુકાદો ચૂંટણી પછી આવે તો સરકારે તો પોતાની ઊજળી બાજુ હિન્દુઓને બતાવી દીધી કે અમે કેટલું ઉત્તમ કામ કર્યું! અને કાંગ્રેસ આ મામલામાં કાર્ટમાં કાનૂની આડખીલી ઊભી કરે તો કાંગ્રેસનું નાક કપાય. કોર્ટ રામમંદિર બાંધવાનો માર્ગ મોકળો કરી આપે તો ભાજપ સરકારને હિન્દુઓના મત પાક્કા અને ભાજપની મૂંઝવણ દૂર થઈ જાય. રાજકારણની પેંતરાબાજી એક બાજુ છે તો કાનૂની આંટીઘૂંટી બીજી બાજુ.
પરંતુ ચૂંટણીની મોસમ બેઠી છે ત્યારે એક વાત પાક્કી છે. આગામી બજેટમાં મધ્યમ વર્ગને સરકાર ખુશ કરશે જ. લખી રાખો. એના સિવાય બીજા કોઈ રસ્તો નથી. હિન્દુઓ ઉપરાંત સામાન્યજનોને રાજી રાખવા અનિવાર્ય છે અને એ માટે ઈન્કમ ટૅક્સમાં રાહત આપવાથી લઈને અન્ય મહત્વ બાબતોમાં લોકોને લહાણી કરવી પડશે.
જેમ જેમ ચૂંટણીઓ નજીક આવતી જશે તેમ તેમ સરકાર એની ઝોળીમાંથી લોકોને ખુશ કરવાના નીતનવા નુસખા કાઢયા કરશે. આખરે તો શાસક પક્ષની ઈજ્જત કા સવાલ હૈ ભાઈ. વિકાસની ગાડી દોડાવવા થોડા શોર્ટકટ લેવા પડે ને?! પણ શોર્ટકટ જાખમી હોય છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY