સુરત મહાનગરપાલિકા દ્વારા ગાંધી નિર્વાણ દિને પુષ્પાંજલી અને ભજન

0
13

મેયર ડૉ. જગદીશભાઈ પટેલે મહાત્માને શ્રદ્ધાંજલી પાઠવી
સુરત, તા.૩૧
સુરત મહાનગરપાલિકા દ્વારા મહાત્મા ગાંધી નિર્વાણદિન નિમિત્તે તા.૩૦-૧-૨૦૧૯ને બુધવારના રોજ સવારે ૮.૩૦ કલાકે ગાંધીબાગ, ચોકબજાર સુરત ખાતે પૂજ્ય મહાત્મા ગાંધીજીને પુષ્પાંજલી તથા ભજનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મેયર ડૉ. જગદીશભાઈ પટેલ, ધારાસભ્ય વિવેકભાઈ પટેલ, ડે.મેયર નિરવ શાહ, શાસક પક્ષ નેતા ગિરિજાશંકર મિશ્રા, સાંસ્કૃતિક સમિતિ અધ્યક્ષા રશ્મિકાબેન પટેલ, વિવિધ સમિતિના ચેરમેનો, મ્યુનિસિપલ સદસ્યો, અધિકારીઓ તથા ગાંધીપ્રેમી નગરજનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી દેશની આઝાદી માટે આખુ જીવન સમર્પી દેનાર આ યુગપુરૂષની પ્રતિમાને ચરણે પુષ્પાંજલી અર્પણ કરી હતી. નગર પ્રાથમિક સ્કૂલના બાળકોએ પણ ગાંધી પ્રતિમાના ચરણે પુષ્પો અર્પણ કર્યા હતા. સત્ય સાંઈ સેવા સમિતિએ મહાત્મા ગાંધીજીને પ્રિય એવા વૈષ્ણવ જન તો તેને કહીએ મન એક બાર હરિ બોલ, મંદિર મેî તુ રામ સાંઈ જેવા ભજનો દ્વારા ભાવાંજલી આપી હતી.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY