ઐતિહાસિક ધરાસમા મીઠા સત્યાગ્રહના સ્થળના પુનરોધ્ધાર કરો

0
13

સુરત, તા.૩૧
‘‘એની ભષ્માંકિત ભૂમિ પર ચણજા આરસ ખાંભી
એ પથ્થર કોતરશો નવ કોઈ કવિતા લાંબી
લખજો : ખાખ પડી આંહી
કોઈના લાડકવાયાની’’
ગાંધીજીની સરદારી હેઠળ તા.૬/૪/૧૯૩૦ના દિને થયેલ દાંડીનો ઐતિહાસિક મીઠા સત્યાગ્રહ એક પ્રતીકરૂપે જ હતો. દાંડીમાં કોઈ મીઠાના અગરો ન હતા. દાંડીમાં મીઠું પાકતું જ નહોતું. ઉગ્ર અહિંસક આંદોલન તો ધરાસણામાં થયું હતું.
ગાંધીજીએ વાઈસર્રાયને પત્ર લખી નોટિરસૂરેપ ધરાસણાના મીઠાના અગરો પર દરોડો પાડવાનો ઈરાદો જાહેર કર્યો. આમ ધરાસણાની ધાડનો દિવસ જાહેર થતાં જ અંગ્રેજ સરકાર સફાળી જાગી ઊઠી, અને ૫મી મે ૧૯૩૦ની રાત્રે ૧.૦૦ વાગ્યે દાંડી નજીક આવેલ કરાડી ગામથી સુરતના ગોરા ન્યાયમૂર્તિ, પોલીસ અધિકારીઓ તેમજ સિપાઈઓએ ગાંધીજીની ધરપકડ કરી. પરિણામે ગાંધીજીની ધરપકડ બાદ એક અઠવાડિયે તા.૧૨/૫/૧૯૩૦ને સોમવારના દિને સવારે ૬.૦૦ કલાકે અબ્બાસ તૈયબજી સાહેબની આગેવાની હેઠળ ધરાસણા સત્યાગ્રહની શરૂઆત થઈ. પ્રતિદિન ચલાવાતો આ સત્યાગ્રહની ચોમાસાના આગમનને કારણે તા.૬/૬/૧૯૩૦ના દિને પૂર્ણાહુતિ થઈ હતી.
ધરાસણાનો અહિંસક સત્યાગ્રહ એ અહિંસક ક્રાંતિનું એક રિહર્સલ જ હતું. આ અહિંસક સત્યાગ્રહે જેનો સૂર્ય કદી આથમવાનો નથી, એવી બ્રિટિશ સલ્તનતની ઈમારતને પાયામાંથી હચમચાવી નાંખી હતી.
ધડાધડ લાઠીઓ વીંઝાતી રહી, અને માથા વધેરાતા રહ્ના. લોહી નીકળતાં શરીરો કાંટામાં અને મીઠાનાં પાણીમાં ઝબોળાતા રહ્ના. પડતી લાઠીને રોકવા સત્યાગ્રહીઓના હાથ ઊંચા થતા નહોતા. ભારત માતાને ખોળે રક્ત ટપકતી ઝોળીઓ સમળાંગણી બે કિલોમીટર દૂર ઊંટડી ગામે નાની સરખી જમીન પર ઊભી કરેલ સત્યાગ્રહીઓની છાવણી ગંભીર ઈજા પામેલ સત્યાગ્રહીઓથી ઊભરાતી રહી.
‘‘રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે
કેસરવરણી સમર સેવિકા કોમળ સેજ બીછાવે
ઘાયલ મરતાં મરતાં રે
માતની આઝાદી ગાવે’’
ધરાસણાના સત્યાગ્રહીઓની તસ્વીરો, શસ્ત્રહિનો પર લાઠી અને બંદૂકો સાથે તૂટી પડેલ સરકારી હુમલાખોરોના જુલમો દુનિયાભરના પત્રકારોએ પ્રસારિત કર્યા. બ્રિટિશ સરકારની જાહુકમીનો આંખે દેખ્યો અહેવાલ આખી દુનિયામાં પ્રસારિત થયો.
ધન્ય છે એ સત્યાગ્રહીઓને ! ધન્ય છે, એ ધરાસણાની ધરતીને ! ધન્ય છે, એમનાં ધૈર્ય, સાહસ અને સહનશીલતાને! અને સૌથી પ્રશંસનીય એમની દેશભક્તિને !
અંગ્રેજ રાજ્યનાં અમલદારોના અત્યાચારોનાં નગ્ન નાચનું તાદૃશ દૃશ્ય એટલે ધરાસણાની ધીખતી ધરા ! સ્વાતંત્ર્ય સંગ્રામનાં પાયામાં પડેલી ફનાગીરીની અને સરફરોશીની તમન્નાનો તાદૃશ ચિતાર એટલે ‘‘ધરાસણાની ધીખતી ધરા!’’ એ ભારતીય સ્વાતંત્ર્ય આંદોલનના એક અતિ ઊજ્જવળ અંક રૂપે પુરવાર થયેલ છે. પ્રજાએ ગાંધીજીને મહાત્માને બદલે મીઠા ચોરનો ઈલ્કાબ આપ્યો હતો.
આ કેવળ ધરાસણા વર્ણનનો લેખ નથી. તેનું વર્ણન નથી. આ તો અંગ્રેજ રાજ્યના તે સમયનાં જુલ્મોનું, કાળા કરતુતોનું, પાશવતાની વિકરાળતાનું તાદૃશ ચિત્રણ છે. હદ તો ત્યારે થઈ કે ધરાસણાની સડક પર ધોળી ટોપીવાળા ન જ ચાલી શકે, એવો હુકમ પોલીસને કરવામાં આવ્યો હતો, અને તેની સામે અઠંગ આત્મબળનું, સત્યના દઢાગ્રહનું, સમર્પણની અણખૂટ તમન્નાનું, સહનશીલતાના ગુરુશિખરનું યાદગાર ચિત્રાંકન છે.
ધરાસણાના બ્રિટિશ પરાક્રમ એ યુરોપની સંસ્કૃતિ પર કાયમી કલંકરૂપ છે. જગતના ઈતિહાસમાં એનો જેટો જડે એમ નથી. સત્યાગ્રહનો આંખો દેખ્યો ચિતાર આપતા બી.બી.સી.ના પત્રકારે કહ્નાં હતું કે, આવો ભયંકર અહિંસક સત્યાગ્રહ આજ સુધીના ઈતિહાસમાં થયો નથી, અને ભવિષ્યમાં થશે પણ નહીં.
જગતનો આવો અદ્વિતીય, અહિંસક સત્યાગ્રહને ઐતિહાસિક, રાજકીય કે સામાજિક મહત્ત્વ મળ્યું નથી, ધરાસણા ભુલાઈ ગયું છે.
આપશ્રીની ભૂલાયેલા તરછોડાયેલા ઈતિહાસને પુર્નજીવિત કરવાની, તેને પ્રજા સમક્ષ મૂકવાની, સ્વાતંત્ર્ય સૈનિકોની, સ્વાતંત્ર્ય ચળવળના નેતાઓની કદર કરવાની આપ સાહેબની પોલીસી પ્રશંસનીય છે.
સ્વાતંત્ર્ય ચળવળના ચાવીરૂપ અવગણાયેલા મહારથીઅોના ધરબાયેલા ઈતિહાસને ફોકસ કરી, પ્રકાશિત કરી પ્રજા સમક્ષ રજૂ કરીને તેઓનું ૠણ અદા કરીને આપ સાહેબે રાજધર્મ નિભાવ્યો છે. એનું ઉદ્દાત દૃષ્ટાંત સરદારસાહેબનું સ્ટેચ્યુ ઓફ યુનિટી છે.
દિલ ધ્રુજાવનારા ધરાસણાના અહિંસક સત્યાગ્રહના ભુલાયેલા ઈતિહાસને પુર્નજીવીત કરવા માટે તેમજ ત્યાંના અતિ બિસ્માર થઈ ગયેલ સ્મારકોને પુનરોધ્ધાર કરીને તેને ફરી ઐતિહાસિક સ્થળ તરીકેની ઓળખ મળે, અને દેશ વિદેશના પ્રવાસીઓ માટે પણ દાંડીની સાથો સાથ ધરાસણા પણ એક યાત્રાનું ધામ બને એવી દીર્ધદૃષ્ટિ, એવું સામર્થ્ય, એવી રાષ્ટ્ર ભાવના બતાવનારા નેતાઅો સંભવાની યુગે યુગે જ હોય છે.
એક ભારતીય તરીકે મને અટલ વિશ્વાસ છે કે તમે ભુલાયેલા ઈતિહાસને રાષ્ટ્રીય તો નહીં પરંતુ, આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચાડશો જ એમાં કોઈ શંકાને સ્થાન નથી.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY