ટોકિયો,તા.૩૧
સાઇના નહેવાલ અને પીવી સિંધુ સહિત આઠ બેડમિન્ટન ખેલાડીઓને ટોકિયો ઓલિમ્પિકમાં ટાર્ગેટ ઓલિમ્પિક પોડિયમ સ્કીમ(ટોપ્સ)માં સામેલ કરવામાં આવ્યા છે. ખેલ મંત્રાલય અને સ્પોટ્ર્સ ઓથોરિટી ઓફઈન્ડિયા(સાઇ)એ ટોપ્સ સ્કીમ માટે ૨૩ ખેલાડી પસંદ કરવામાં કર્યા છે. તેમાં નવ પેરા ખેલાડી પણ સામેલ છે.
ટોપ્સમાં બેડમિન્ટવ ઉપરાંત પૈરા એથ્લેટિક્સ, પેરા શૂટિંગ, પેરા સ્વીમિંગ અને પેરા પાવરલિફ્ટિંગમાં ખેલાડી પસંદ કરવામાં આવ્યાં છે. ઘણા ખેલાડીઓને ઓલિમ્પિક ૨૦૨૪ માટે ડેવલપમેન્ટ ગ્રુપમાં સામેલ કરવામાં આવ્યાં છે. બેડમિન્ટન થી ટોપ્સ અને સિંધુ ઉપરાંત કિદાંબી શ્રીકાંત, એચએસ પ્રણય, રેન્કિરેડ્ડી, ચિરાગ શેટ્ટી, અશ્વિની પોનપ્પા અને સિક્કી રેડ્ડી જેવા જાણીતા ખેલાડીના નામ સામેલ છે. પેરા એથ્લીટ્સમાં વરુણ ભાટી, શરદ કુમાર, સંદીપ ચૌધરી, સુમિ, સુંદર સિંહ ગુર્જર, રિન્કુ, અમિત સરોહા, વીરેન્દર, જયંતી બહેરાને ટોપ્સ સ્કીમમાં સામેલ કરવામાં આવ્યાં છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



