ઓલમ્પિક ૨૦૨૦ માટે ટિકિટનું વેચાણ એપ્રિલમાં શરૂ થશે

0
7

ટોકિયો,તા.૩૧
ટોકિયો ઓલમ્પિકના આયોજનકર્તાઓએ કહ્યું કે, આ રમત માટે ટિકિટોની અરજી પ્રક્રિયા એપ્રિલથી શરૂ થશે. જે જાપાનમાં છે તે ૩૩માંથી કોઈપણ રમતની ટિકિટ ખરીદવા માટે એપ્રિલમાં સત્તાવાર ટિકિટ વેચાણ વેબસાઇટ પર પોતાને રજીસ્ટર કરાવી શકશે.
એક રિપોર્ટ અનુસાર, પરંતુ સફળ અરજીની જાહેરાત ૧૪ જૂન પહેલા નહીં કરવામાં આવે. અરજીકર્તા વીઝા ક્રેડિટ કાર્ડ અને રોકડમાં ચુકવણી કરીને પણ સ્ટોરમાંથી ટિકિટ મેળવી શકે છે. ટિકિટ વહેંચણીના પ્રથમ રાઉન્ડમાં વ્હીલચેર ઉપયોગકર્તાઓ માટે ૨૦૨૦ યેન (૧૮ અમેરિકન ડોલર)નું પેલેજ સામેલ છે.
આ સિવાય, પહેલા આવો-પહેલા મેળવોના આધાર પર ઓનલાઇન ટિકિટોનું વેચાણ આ વર્ષથી શરૂ થશે જે ૨૦૨૦માં ટોકિયોમાં જાણીતી દુકાનો પર ટિકિટ વહેંચવામાં આવશે. ટોકિયો ઓલમ્પિક ગેમ્સનું આયોજન ૨૪ જુલાઈથી ૯ ઓગસ્ટ ૨૦૨૦ સુધી થશે. ત્યારબાદ ૨૫ ઓગસ્ટથી ૬ સપ્ટેમ્બર સુધી પેરાઓલમ્પિક ગેમ્સ રમાશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY