સુરત,તા.૨
પલસાણા તાલુકાના સિયોદ ગામે ખેતીવાડીની સાથે રેતી-કપચીના કામ સાથે સંકળાયેલા પરિવારના ઘરમાં મોડીરાત્રે ધાડપાડુ ત્રાટકિયા હતાં. ૧૫ જેટલા ધાડપાડુઓએ તિક્ષ્ણ હથિયારોની સાથે હથાડો અને ઘણની મદદથી દરવાજા તોડીને લાકડાના ફટકા ઝીંકીને ૮ સભ્યોને માર માર્યો હતો. સાથે જ દાગીના અને રોકડની લૂંટ ચલાવી હતી. બાદમાં તમામને પલસાણા ૧૦૮ મારફતે હોસ્પિટલ ખસેડાયા હતાં. જિલ્લા પોલીસે ડોગ સ્ક્વોર્ડ સહિતની ટીમોની મદદથી તપાસ હાથ ધરી છે.
મહેન્દ્રભાઈ (ઇજાગ્રસ્તના ભાણેજ) એ જણાવ્યું હતું કે, રાત્રીના ૧૨ થી ૧૨ઃ૩૦ વાગ્યાના અરસામાં ધાડપાડું ગેગ ઘરના દરવાજા તોડીને ઘસી ગઈ હતી. હથોડાથી દરવાજા તોડયા બાદ ૮-૧૦ જેટલા ધાડપાડું ઓએ મહિલાઓ ને લાકડાના ફટકાથી માર મારી પહેરેલા દાગીના લૂંટી લીધા હતા. ત્યારબાદ માણસોને મારમારી તેમને પણ લૂંટી ભાગી ગયા હતા. ભાગવા માટે ધાડપાડું ગેગએ બુમાબુમ કરનારા પરિવાર પર પથમારો કરી ભાગી ગયા હતા. ઇજાગ્રસ્ત હાલતમાં પડેલા પરિવારે ધાડપાડુ ટોળકી ગુજરાતી ભાષી હોય એવી શકીયતા વ્યક્ત કરી છે. હાલ પલસાણા પોલીસના કામડિયા તપાસ કરી રહ્યા છે. તમામને બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



