કાલે ડુમસ રોડ પર જશવંત પચ્ચીગર સાયકલ અને દોડ સ્પર્ધાનું આયોજન

0
29

વિજેતા રમતવીરોને ટ્રોફી તથા રોકડ પુરસ્કારો અપાશે
સુરત, તા.૧૬
પૂજ્ય શ્રી મોટા, હરિઓમ આશ્રમ, કુરૂક્ષેત્ર જહાંગીરપુરા સુરત પ્રેરિત અને સુરત મહાનગરપાલિકા સંચાલિત જશવંત પચ્ચીગર દોડ સ્પર્ધા તા.૧૭-૨-૨૦૧૯ને રવિવારના રોજ સવારે ૭.૦૦ કલાકે તથા શ્રી જશવંત પચ્ચીગર સાયકલ સ્પર્ધા સવારે ૮.૦૦ કલાકે વી.આર. મોલની સામે, વાય જંકશન પાસેથી શર કરી રઘુવીર બિઝનેસ પાર્ક થઈ ડી.એમ.ïડી. પાર્ટી પ્લોટ, સુરત ડુમ્મસ રોડ સુરïત ખાતે આયોજન કરવામાં આવેલ છે. દોડ સ્પર્ધાના તમામ સ્પર્ધકોએ સવારે ૬.૩૦ કલાકે તથા સાયકલ સ્પર્ધાના સ્પર્ધકોએ સવારે ૭.૩૦ કલાકે હાજરી પુરાવી બેચ મેળવી લેવાનો રહેશે.
તા.૧૭-૨-૨૦૧૯ના રોજ સવારે યોજાનાર દોડ સ્પર્ધામાં ૯ થી ૧૧ વર્ષના વિદ્યાર્થીઅોની દોડ સપર્ધાનું અંતર ૨ કિ.મી., ૧૧ થી ૧૩ વર્ષના વિદ્યાર્થીઅોની દોડનું અંતર ૪ કિ.મી. જ્યારે ૯ થી ૧૧ વર્ષના વિદ્યાર્થીનીઓની દોડ સ્પર્ધાનું અંતર ૧ કિ.મી. અને ૧૧ થી ૧૩ વર્ષના વિદ્યાર્થીનીઓની દોડનું અંતર ૩ કિ.મી.નું રહેસે. જ્યારે સાયકલ સ્પર્ધામાં ૯ થી ૧૧ વર્ષના વિદ્યાર્થીઓની સાયકલ સ્પર્ધાનું અંતર ૬ કિ.મી, ૧૧ થી ૧૩ વર્ષના વિદ્યાર્થીઓની સાયકલ સ્પર્ધાનું અંતર ૧૦ કિ.મી. જ્યારે ૯ થી ૧૧ વર્ષના વિદ્યાર્થીનીઓની સાયકલ સ્પર્ધાનું અંતર ૪ કિ.મી. અને ૧૧ થી ૧૩ વર્ષના વિદ્યાર્થીનીઓની સાયકલ સ્પર્ધાનું અંતર ૮ કિ.મી.નું રહેશે. સાયકલ દોડ સ્પર્ધા પૂર્ણ થયા બાદ વિજેતાઓને રોકડ પુરસ્કાર, ટ્રોફી અને પ્રમાણપત્ર એનાયત કરી પુરસ્કૃત કરવામાં આવશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY