‘દેવદાસ ઠાકુર’ માર્ચમાં રિલિઝ કરાશે

0
6

મુંબઈ,તા.૨
એક્શન ફિલ્મ વાસ્તવ અને મરાઠી ભાષામાં સુપરહિટ નીવડેલી ફિલ્મ નટસમ્રાટ જેવી ફિલ્મો આપનારા ફિલ્મ સર્જક મહેશ માંજરેકરની આગામી ફિલ્મ દેવદાસ ઠાકુરની રિલિઝ ડેટ જાહેર થઇ હતી. દેવદાસ ઠાકુર ૨૦૧૯ના અર્થાત્ ચાલુ વર્ષના માર્ચમાં રજૂ કરવાની મહેશની યોજના છે. આ ફિલ્મમાં કમાન્ડો ફેમ વિદ્યુત જામવાલ હીરો તરીકે અને શ્રુતિ હસન હીરોઇન તરીકે ચમકી રહી છે.
ફિલ્મ અને એની કથા કરતાં એ હકીકતને વધુ મહત્વ મળી રહ્યુ છે કે વિદ્યુત કરતાં પોતે વધુ સેલેબલ અને મોખરાની હીરોઇન છે એેવી દલીલ મહેશના ગળે ઊતરાવીને શ્રુતિએ વિદ્યુત કરતાં વધુ મહેનતાણું મેળવ્યું હોવાનું કહેવાય છે.
આ ફિલ્મમાં બે સિનિયર અભિનેતા નસીરુદીન શાહ અને અભિનેતા ફિલ્મ સર્જક અમોલ પાલેકર પણ ચમકવાના છે. વિદ્યુત આ ફિલ્મમાં એક મુત્સદ્દી વેપારીનો રોલ કરી રહ્યો છે.
નિર્માતા વિજય ગાલાનીની આ ફિલ્મનું શૂટિંગ મુંબઇ ગોવા અને મહાબળેશ્વરમાં કરાયું હતું. ફિલ્મ તૈયાર છે અને હાલ પોસ્ટ પ્રોડક્શન સ્ટેજમાં છે એમ ગાલાનીના પ્રવક્તાએે કહ્યુ હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY