સગીરાને ભગાડી જનાર ને ઝડપી પાડતી સાયલા પોલીસ

0
30

ગઈ તા. 02.05.2017 ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ગરાંભડી ગામની સગીરાને ગરાંભડી ગામના જ આરોપી જયંતિ બાબુભાઇ આલાણી કોળી લગ્ન કરવાની લાલચ આપી, બદકામ કરવાના ઇરાદે અપહરણ કરી, ભગાડી ગયેલ હતો. સાયલા પોલીસ સ્ટેશન ખાતે આરોપી જયંતિ બાબુભાઇ આલાણી કોળી વિરુદ્ધ ઇન્ડયન પીનલ કોડ તથા પોકસો એકટ મુજબની ફરિયાદ થતા ગુન્હો નોંધવામાં આવેલ હતો. આ ગુન્હાની તપાસ ઇન્ચાર્જ સી.પી.આઈ. ચંદ્રકાન્ત માઢક તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલ હતી. આ ગુન્હામાં સંડોવાયેલ આરોપી તથા ભોગ બનનાર સગીર છોકરીની પોલીસ દ્વારા આજદિન સુધી તપાસ કરવા છતાં મળી આવતા ના હતા અને નાસતા ફરતા હતા. એક વર્ષ જેટલો સમય થવા છતાં આરોપી તથા ભોગ બનનારનો કોઈ પતો લાગતો ના હતો…

ગુન્હાની ગંભીરતા ને ધ્યાને લઇ, સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ વડા દિપક કુમાર મેઘાણી દ્વારા આ ગુન્હામાં સંડોવાયેલ આરોપી તથા ભોગ બનનારને તાત્કાલિક પકડી પાડવા અને સખત કાયદાકીય કાર્યવાહી કરવા માટે સૂચનાઓ આપવામાં આવેલ હતી…

લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ચોટીલા પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. સી.બી.રાંકજા કે જેઓ મોરબી ખાતે કોર્ટ મુદ્દતે ગયેલ હોઈ, તેઓને પોતાના બાતમીદારોથી બાતમી મળેલ કે, સાયલા તાલુકાના ગરાંભડી ગામેથી ભાગેલ સગીર છોકરી તથા આરોપી મીરબી ખાતે સીરામીકના કારખાનામાં કામ કરે છે, જે મળેલ માહિતી ટેકનીકલ સોર્સ આધારે વેરીફાઈ કરવામાં આવતા, આરોપી મોરબી હોવાની હકીકત મળતા, ચોટીલાના ઇન્ચાર્જ સી.પી.આઈ. ચંદ્રકાન્ત માઢક, સી.બી.રાંકજા તથા સ્ટાફના હે.કો. જુવાનસિંહ, ભગીરથસિંહ, પ્રતિક્ષાબેન, ડ્રાઇવર વિહાભાઈ સહિતના સ્ટાફની ટીમ દ્વારા મળેલ માહિતી આધારે આ ગુન્હાના આરોપી જયંતિ બાબુભાઇ આલાણી કોળી ઉવ. રહે. ગરાંભડી તા. સાયલાને મોરબી ખાતેથી સ્પાઇસ સીરામીક નામના કારખાનામાંથી પકડી પાડી, ધરપકડ કરવામાં આવેલ છે. આરોપીની સાથે ભોગ બનનાર પણ મળી આવતા, તેને પણ સાથે લાવવામાં આવેલ છે….

પકડાયેલ આરોપી જયંતિ બાબુભાઇ આલાણી કોળીની પૂછપરછ કરવામાં આવતા, પોતાને ભોગ બનનાર સાથે પ્રેમ સંબંધ હોઈ, સગીર છોકરીની મરજીથી ભાગીને ભાવનગર ખાતે સગીર છોકરીની ઉમર પુરી થતા, લગ્ન કરી લીધા હોવાની કબૂલાત કરવામાં આવેલ છે. વધુમાં, પોતાના વતાનમાંથી નાસી ગયા બાદ લગ્ન કરી લીધા બાદ થોડા સમય ત્રણ મહિના જેટલો સમય વીંછીયા શિવાજી પરા માં રોકાયા બાદ, મોરબી ખાતે સીરામીકના કારખાનામાં જ રહી, ત્યાં જ કામ કરતા હોવાની હકીકત પણ પોલીસ પૂછપરછમાં કરેલ હતી. ચોટીલા સી.પી.આઈ. તથા સ્ટાફ દ્વારા આરોપીઓની મેડિકલ તપાસણી કરી, વધુ પૂછપરછ હાથ ધરેલ છે. વધુ તપાસ ઇન્ચાર્જ સી.પી.આઈ. ચંદ્રકાન્ત માઢક તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલ છે….

આમ, ચોટીલા પોલીસ દ્વારા સાયલા પોલીસ સ્ટેશન ખાતેના સગીર છોકરીના લગ્નની લાલચ આપીને કરવામાં આવેલા અપહરણના ગુન્હાના છેલ્લા 11 માસથી આરોપી અને ભોગ બનનારને પકડી પાડી, ધરપકડ કરવામાં આવેલ છે…

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY